HIMATNAGARSABARKANTHA

સાબરકાંઠામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ આંગણવાડી અને શાળામાં ઉજવાશે

સાબરકાંઠામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ આંગણવાડી અને શાળામાં ઉજવાશે

 

સાબરકાંઠા જિલ્લામાં આજે તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ આંગણવાડી અને શાળામાં ઉજવણી કરવામાં આવશે.આંતરડાના કૃમિ થી સંક્રમિત બાળકો ભૂખ ગુમાવે છે. જેના લીધે શરીરમાં લોહીની ઉણપ (પાંડુરોગ) થાય છે. જેને કારણે બાળકના શારીરિક અને માનસિક વિકાસમાં ઘટાડો થાય છે. જેના પરિણામે કુપોષણ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. દર વર્ષે વર્ષમાં બે વાર કૃમિનાશક દવા આપવામાં આવે છે. આ માટે દર વર્ષ નેશનલ ડી વોર્મિંગ ડે (NDD)માં ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને કૃમિનાશક દવા(આલ્બેન્ડાઝોલ)ની ગોળી આપવામાં આવે છે. આ વર્ષે તા. ૧૦/૦૨/૨૦૨૩ થી તા. ૧૭/૦૨/૨૦૨૩ એક અઠવાડીયા દરમિયાન નેશનલ ડી વોર્મિંગ ડે (NDD) રાઉન્ડ ઉજવવા આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની તમામ આંગણવાડી, તમામ શાળાઓમાં ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને કૃમિ નાશક દવા(આલ્બેન્ડાઝોલ)ની ગોળી આપવામાં આવશે. શાળાએ ન જતા બાળકો ને આશા દ્વારા ઘરે ઘરે જઈને આ ગોળી રૂબરૂમાં ગળવામાં આવશે.

  • રિપોર્ટ જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!