AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં શિકારીના ગાળીયામાં ફસાયેલા દીપડાનું જીવ ના જોખમે રેસ્ક્યુ કરતા વનકર્મીઓ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ઘાયલ થયેલા રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર શ્રી મનોજ ગાયકવાડને આહવા સિવિલ હોસ્પિટલમાં અને દીપડાને વાંસદા નેશનલ પાર્કના રેસ્ક્યુ સેન્ટર ખાતે સારવાર અર્થે દાખલ કરાયા વન અને વન્યજીવોના જતન સંવર્ધન માટે પ્રતિબદ્ધ ડાંગ વન વિભાગના લવચાલી રેન્જના વનકર્મીઓએ, પોતાના જીવ ના જોખમે શિકારીના ગાળીયામાં ફસાયેલા દીપડાનું રેસ્ક્યુ કરવાસફળતા મેળવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકની લવચાલી રેન્જના રીઝર્વ ફોરેસ્ટ કમ્પાર્ટમેન્ટ નં.૧૧૮માં, ગત રવિવારે શિકારીના ગાળીયામાં ફસાયેલ વન્યપ્રાણી દિપડો નજરે ચડતા, સ્થાનીક ગ્રામજનો દ્વારા લવચાલી રેંજના વન અધિકારીઓને આ અંગેની જાણ કરવામાં આવી હતી. જાણ થતાની સાથે જ લવચાલી રેંજના ચુનંદા વનકર્મીઓ, અને  તે વિસ્તારમાં ફેરણામાં ફરજ બજાવતા રોજમદારોએ, તુરંત જ ઘટના સ્થળે પહોચી જઈ, આ વન્યપ્રાણી દીપડો હોવાની જાણ, લવચાલીના પરિક્ષેત્ર વન અધિકારીને કરી હતી. જેમના દ્વારા ઉત્તર ડાંગ વન વિભાગના વડા એવા, નાયબ વન સંરક્ષક શ્રી ડી.એન.રબારીને આ અંગેની જાણ કરાતા, શ્રી રબારીએ તેમના બે મદદનીશ વન સંરક્ષક્શ્રીઓને ઘટના સ્થળે દોડાવી, વન્યપ્રાણી દીપડાને રેસ્ક્યુ કરવાની કામગીરીનું સંચાલન અને નિરીક્ષણ કરવા માટે જરૂરી સુચનાઓ આપી માર્ગદર્શન પૂરું પાડ્યુ હતુ.           ઘટના સ્થળે તપાસ કરતાં વન્યપ્રાણી દીપડાના આગળના પંજામાં શિકાર માટેનો ગાળીયો ફસાયેલો હતો. જેનાથી દીપડો વધુ ઇજાગ્રસ્ત થયો હતો. જેને શકય એટલી જલ્દી રેસ્ટ કરવાની જરૂરીયાત જણાતાં ફ્ન્કીલાઇજર ગન, રેસ્ક્યુ નેટ, ખાટલો, પાંજરુ વિગેરેની વ્યવસ્થા, મદદનીશ વન સંરક્ષક શ્રી અમિત આનંદે કરી હતી. દરમિયાન સ્થાનીક ગ્રામજનો તથા દિપડા વચ્ચે કોઇ અણબનાવ કે ઘર્ષણ ન થાય તે બાબતે પણ વિશેષ તકેદારી દાખવવામાં આવી હતી. સાથે સાથે સમગ્ર દિવસ દરમ્યાન લવચાલી, સુબિર, અને આહવા (પ) રેંજના સ્ટાફ દ્વારા વન્યપ્રાણી દિપડાનું મોનીટરીંગ કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે, વિષમ ભૌગોલિક પરિસ્થિતિના કારણે આ દીપડાનું ફન્કીલાઇઝ કરવું ખૂબ મુશ્કેલ હતું. તેવા સંજોગોમાં વેટરનરી ડોકટરે ફ્ન્કીલાઇજર દ્વારા, દિપડાને બેભાન કરવાની તજવીજ શરૂ કરી હતી. પરંતુ દીપડો કોતરમાં ફસાયેલો હોવાથી અને ઝાડી ઝાખરાવાળા વિસ્તારને કારણે ફન્કીલાઇઝર ગનનો ઉપયોગ પણ થઇ શકે તેમ ન હતો. આવા સમયે વન વિભાગના  બીટગાર્ડ તથા વનકર્મીઓએ રેસ્કયુ નેટથી દીપડાની સામે જઈ,
ખૂબ જ જાંબાજી સાથે જોખમભર્યુ કામ કરવાનો નિર્ણય લીધો હતો.

આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન દીપડાના હુમલાથી એક રાઉન્ડ ફોરેસ્ટર શ્રી મનોજ ગાયકવાડ ઇજાગ્રસ્ત પણ થયાં હતાં. તેમ છતા પણ કોતરમાં ઉતરી સંતાયેલા આ દીપડાને ગણતરીની મિનિટોમાં જ રેસ્કયુ નેટમાં પકડી લેવામાં આવ્યો હતો. તેજ સમયે વેટરનર ડોકટર અને તેમની ટીમે દીપડાને ઇન્જેકશન મારી, બેભાન કર્યો હતો. આ દીપડાને ખાટલા પર બાંધી જંગલમાંથી ખભે ઉચકી, ક્ષેત્રિય સ્ટાફે પાંજરા સુધી લઇ જઈને, મહામહેનતે પાંજરામાં પુર્યો હતો. ઘાયલ દીપડાને વધુ સારવાર અર્થે ‘વાંસદા નેશનલ પાર્ક’ ખાતે રેસ્ક્યુ સેન્ટરમાં લઇ જવાયો હતો. જ્યારે આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન, દીપડાના હુમલાથી ઘાયલ થયેલા રાઉન્ડ ફોરેસ્ટર શ્રી મનોજ ગાયકવાડને વધુ સારવાર માટે અર્થે, આહવા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

ઘટના સમયે નાયબ વન સંરક્ષણ શ્રી ડી.એન.રબારીએ પણ ઉપસ્થિત રહી, જરૂરી માર્ગદર્શન સાથે રેસ્ક્યુમાં જોડાયેલા વનકર્મીઓને મનોબળ પુરું પાડ્યું હતું. બહાદુર વનકર્મી શ્રી મનોજ ગાયકવાડની હિંમતની સરાહના કરતા તેમણે વન અને વનયજીવ પ્રત્યેની સંવેદના પણ વ્યક્ત કરી હતી. સમગ્ર ઘટનાક્રમની સ્થળ તપાસ RFO લવચાલીએ હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!