GUJARATJUNAGADHJUNAGADH RURAL

જૂનાગઢના વિરપુર ગામમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં લાભાર્થીઓ સહાયથી લાભાન્વિત

સરકારી સેવાઓના લાભ આપતા સ્ટોલ, ગામનાં પાદરે-આરોગ્યલક્ષીસેવા લેતા ગ્રામજનો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : લોકોને ઘરઆંગણે સરકારી યોજનાઓની જાણકારી સાથે યોજનાથી વંચીત લાભાર્થિને યોજનાના લાભ મળી રહે તેવા સુભગ સમન્વય સહ દેશને વિકસિત બનાવવાની નેમ સાથે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ જૂનાગઢ તાલુકાનાં વિપુર ગામે આવી પહોંચતા ગામનાં સરપંચ રેહાનાબેન સિડા, આગેવાન યાકુબભાઇ સીડા, ઉપસરપંચ ગોપાલભાઇ દાફડા, અમીનભાઇ સીડા અને ગ્રામજનોએ પરંપરાગત રીતે આ રથના વધામણાં કર્યા હતા. રથ સાથે વિવિધ સરકારશ્રીની કચેરીઓ દ્વારા અમલી સરકારી યોજનાઓના લાભાર્થીઓને ઘરઆંગણે યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાયા હતા.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથને ગામેગામ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. વિરપુર ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો સાથે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ, બહેનોને પોષણ કીટ તેમ , કીશોરીઓને પુર્ણાશક્તિ કીટ, તેમજ સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓનાં ગ્રામજનોને મળવા પાત્ર લાભ/સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકારી સેવાઓના ઘરઆંગણે જ લાભ ઉપલબ્ધ કરાવતા વિવિધ સ્ટોલ્સ પણ અહીં લાગ્યા હતા. જ્યાંથી મોટી સંખ્યામાં લોકોએ સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી મેળવી હતી.
પ્રજાલક્ષી યોજનાકીય માહિતી અંગેની ફિલ્મ નિહાળી લોકોએ દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા ગ્રામજનોએ સામુહિક શપથ લીધા હતા. લાભાર્થીઓને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (પી.એમ.જે.એ.વાય.) કાર્ડ ઉપરાંત અનેકવિધ સહાય અપાઈ હતી. ગામમાં ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાથી થયેલા લાભ અને પોતાના જીવનમાં આવેલા ગુણાત્મક પરિવર્તન અંગે લાભાર્થીઓએ પોતાની કહાની રજૂ કરી હતી. જ્યારે સારી કામગીરી કરનારા કર્મચારીઓનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં વિસ્તરણ અધિકારી ડી.બી. હિંગરાજીયા, જી.ડી.વામજા, ગ્રામજનો, શાળાનાં આચાર્ય કે.સી. રાઠોડ, આંગણવાડીનાં હલુબેન સીડા, તલાટીમંત્રી કી.પી. મેસવાણીયા સહિત વિવિધ વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!