DANG

ડાંગ :આહવાના સનસેટ પોઇન્ટ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લાનાં આહવા ખાતે આવેલ સનસેન પોઈંટ ખાતે
મકર સંક્રાંતિ દિવસે ડાંગ જિલ્લાનાં યોગ કોડીનેટર દ્વારા ૫૧ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ૧૪ મી જાન્યુઆરી આહવા ડાંગ ભારતીય સંસ્કૃતિમાં પૃથ્વી પર જીવન પ્રદાતા ભગવાન તરીકે પૂજાતા સૂર્યનારાયણનું દક્ષિણ આયન માંથી ઉતરાયણમાં જવાના પર્વને ઉતરાયણ તરીકે પુરાતન કાળથી ઉજવવામાં આવે છે ઉતરાયણ ના દિવસે સૂર્યદેવના આરાધના સાથે આરોગ્યની સુખાકારી અને યોગના પ્રચાર માટે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૪મી જાન્યુઆરી ૨૦૨૩ ઉતરાયણના દિવસે ૭૫ વિશેષ સ્થળો (પ્રવાસન ઐતિહાસિક શૈક્ષણિક) સ્થળો ૫૧ સૂર્ય નમસ્કાર કાર્યક્રમને આયોજન કરવામાં આવેલ હતું જેમાં ડાંગ જિલ્લામાંથી ૨૩૪ યોગીભાઈ બહેનો એ રજીસ્ટ્રેશન કરાવેલ હતું જેમાં ૧૦૪ ભાઈ બહેનોએ ૫૧ સૂર્ય નમસ્કાર કરી ઉતરાયણ ના દિને ઉગતા સૂર્યને નમન વંદન અર્પણ જેનો ઉમદા હેતુ ગુજરાત ના તમામ નાગરિકોના સ્વાસ્થ્ય સુખાકારી યોગ પ્રત્યે જાગૃતિ તેમ જ પ્રચાર પ્રસાર અંગેનો છે આ માટે ડાંગમાં આહવા સનસેટ પોઇન્ટ ઉપર ૫૧ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પ્રજાપિતા બ્રહ્મકુમારી ના બહેનો તથા રમતગમત કચેરી માંથી મયુરભાઈ સોલંકી હાજર રહ્યા હતા ખૂબ જ ઉત્સાહ અને ઉર્જાથી ૫૧ નમસ્કાર માટે બાળકો ભાઈઓ તથા બહેનો વડીલો જોડાયા હતા આ આયોજન ડાંગ જિલ્લા યોગ કોર્ડીનેટર કમલેશ પત્રેકર ના માર્ગદર્શન હેઠળ સિનિયર યોગ કોચ સરિતા બેન ભોએ રમેશભાઈ કાહદોળિયા તથા છગનભાઈ ચોર્યા એ આયોજન કર્યું હતું આ આયોજનમાં યોગ જાગૃતિ લાવવા તેમજ ડાંગ જિલ્લાનું નામ પણ ગુજરાત રાજ્ય લેવલે આગળ આવે એ ઉદ્દેશ્ય રહ્યો હતો .

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!