KALOL(Panchamahal)PANCHMAHAL

KALOL : કાલોલમાં ઈદે મિલાદુન નબીના પર્વની ઉજવણી કરવા મુસ્લીમ બિરાદરોમાં ભારે ઉત્સાહ:મુસ્લીમ વિસ્તારો રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા.

તારીખ ૨૬/૯/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

ઇસ્લામ ધર્મના સ્થાપક અને અલ્લાહના પયગંબર હજરત મોહમ્મદ પયગંબર સાહેબની જન્મજયંતિ મુસ્લિમ કેલેન્ડર મુજબ આગામી ચાંદ ૧૨ રબ્બીઊલ અવ્વલ ઇદે મિલાદુન્ન નબી પર્વની ઉજવણીને લઇને કાલોલ શહેરના સમસ્ત સુન્ની મુસ્લીમ બિરાદરોમાં ભારે ઉમંગ અને ઉત્સાહ છવાયો છે. જે ઉત્સાહને પગલે મુસ્લિમ વિસ્તારોના તમામ મોહલ્લા ચોક અને ઘર આંગણે જશ્ને આમાદે રસુલના બેનર પતાકાઓ લહેરાઈ રહ્યા છે, મસ્જિદના રસ્તાઓ પર વિવિધ પ્રકારે શણગારવામાં આવેલા ગેટો અને બેનરોથી સજાવી મસ્જીદ, મદ્રેસાઓ અને નિજ મકાનોમાં રોશનીથી ઝળહળી રહ્યા છે. આ વર્ષે પયગંબર સાહેબની જન્મજયંતિ અંગ્રેજી તારીખ મુજબ આગામી ૨૮/૯/૨૦૨૩ના રોજ મુકરર છે.જેથી જન્મજયંતિની ઉજવણીના ઉત્સાહને લઈને સમસ્ત મુસ્લિમ સમાજમાં અનેક વિધ પુર્વ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!