MEHSANAVIJAPUR

વિજાપુર એપીએમસીમાં ચેરમેન તરીકે કાંતિભાઈ પટેલને ચૂંટાયેલા જાહેર કર્યા

વિજાપુર એપીએમસીમાં ચેરમેન તરીકે કાંતિભાઈ પટેલને ચૂંટાયેલા જાહેર કર્યા
ચેરમેન તરીકે કાંતીભાઈ પટેલ વાઇસ ચેરમેન તરીકે દશરથભાઈ પટેલ ચૂંટાયેલા જાહેર કરાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાની એપીએમસી ના ચેરમેન તેમજ વાઇસ ચેરમેન માટેની ચૂંટણી માટેનું મતદાન થયું હતુ મતદાન બાદ હાઇવોલ્ટેજ ડ્રામા બાદ કાંતિભાઈ પટેલને ચેરમેન તરીકે તેમજ વાઇસ ચેરમેન તરીકે દશરથભાઈ પટેલ સોખડા વાળાને જાહેર કરવામાં આવતા ચેરમેન કોણ નો પ્રશ્ન પૂર્ણ વિરામ લાગી ગયો હતો ચેરમેન વાઇસ ચેરમેન ની યોજાયેલ ચૂંટણી માં 19 જેટલા મતદાતાઓ એ મતદાન કરતા મતપેટી માંથી 9 મતો પીઆઇ પટેલને તેમજ 9 મતો કાંતિભાઈ પટેલ ને મળ્યા હતા જોકે નગરપાલિકા નું કોર્ટના મૌખિક આદેશ પ્રમાણે શીલ કવર વાળુ મત કાંતિભાઈ પટેલને મળતા તેઓને ચૂંટણી અધિકારી ત્રિવેદી એ કાંતિભાઈ પટેલને ચેરમેન તરીકે અને દશરથભાઈ ને વાઇસ ચેરમેન તરીકે જીતેલા જાહેર કરવામાં આવતા ભાજપના કાર્યકરો માં ભારે ઉત્સાહ જણાયો હતો જોકે સરકાર ના ત્રણ મતો મળતા કુલ 10 મતો ભાજપના સમર્થન માં પડ્યા હતા મોડી સાંજ સુધીમાં પરિણામ જાહેર થતા પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ તેમજ તાલુકા ભાજપના પ્રમુખ રાજુભાઇ પટેલ તેમજ કમલેશ કાકા નીતિનભાઈ પટેલ સહીત ના ભાજપના કાર્યકરોએ કાંતિભાઈ પટેલનું સ્વાગત કર્યું હતું ટફ બનેલી ચૂંટણી માં છેવટે ભાજપના જીત ને કારણે કાર્યકરો માં ભારે ઉત્સાહ જણાયો હતો જોકે સરકાર ના ત્રણ મતો બાદ જીત મેળવેલ કાંતી ભાઈ પટેલને બહુમતી ધરાવતા પૂર્વ ધારાસભ્ય પીઆઇ પટેલ કેટલે સુધી વહીવટ માં સફળ થવા દેશે તે માટેના રાજકીય પ્રશ્નો ઉભા થવા પામ્યા છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!