SABARKANTHA

આજે દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ અને પરિવહન *મંત્રી શ્રી નીતિન ગડકરી જી* સાથે *સાંસદ માન. શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા જી* એ મુલાકાત કરી

આજે દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ અને પરિવહન *મંત્રી શ્રી નીતિન ગડકરી જી* સાથે *સાંસદ માન. શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા જી* એ મુલાકાત કરી જેમાં આપણા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા મોટા ચિલોડા થી – શામળાજી સુધીના રાષ્ટ્રીય રાજ માર્ગ – ૪૮ ઉપર થઈ રહેલ અપૂર્ણ કાર્યને શીઘ્રતા થી શીઘ્ર પૂર્ણ કરવા *સાંસદ માન. શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા જી* માન.મંત્રી શ્રી ભારપૂર્વક રજુઆત કરી..
આ માર્ગમાં આવતા સર્વિસ રોડ મુખ્ય માર્ગ અને પુલનું કાર્ય જે અધુરુ છે તે અંગે તે વિશે માહિતગાર કરતા માન.મંત્રી શ્રી એ રજુઆત ને ગંભીરતા થી સાંભળી જનતા ને હાલાકી દૂર થાય ને વહેલી તકે અપૂર્ણ કાર્ય પૂર્ણ થાય તે અંગે ખાતરી આપી. અધુરા સર્વિસ રોડ ના કાર્યો માટે માન. મંત્રીશ્રી એ રૂ. ૪૫૬ કરોડ જેટલી રકમ ની ફાળવણી કરી અધિકારીઓને તાત્કાલીક ધોરણે કામ કરવાની સૂચના આપી તે બદલ તેમનો સાંસદશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ આભાર વ્યક્ત કર્યો

અહેવાલ:- પ્રતીક ભોઈ

Back to top button
error: Content is protected !!