ભરૂચ: હરીપ્રબોધમ યુવા મહોત્સવ નિમિત્તે હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળી ભવ્ય યુવા જાગૃતિ બાઇક રેલી…
સમીર પટેલ, ભરૂચ
જાગૃતિ યુવા રેલીને ધારાસભ્ય સહિતના મહાનુભવો દ્વારા ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન..
500 થી વધુ હરી ભક્તો બાઇક રેલીમાં જોડાયા..
હરીપ્રબોધમ યુવા મહોત્સવ નિમિત્તે ભરુચ ના હોસ્ટેલ ગ્રાઉન્ડથી ભવ્ય યુવા જાગૃતિ બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.જેને ભરુચ ના ધારાસભ્ય સહિતના મહાનુભવો દ્વારા ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું….
આગામી 5 મી જાન્યુઆરીના રોજ હરીપ્રબોધમ યુવા
મહોત્સવ નું આયોજન અંક્લેશ્વર નેશનલ હાઈવે પાસેના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે.તે નિમિત્તે ભરુચ ના હોસ્ટેલ ગ્રાઉન્ડથી હરિપ્રબોધમ્ યુવા જાગૃતિ રેલીનું આયોજન રાષ્ટ્ર અને ધર્મ ભક્તિ જયકાર સાથે પર્યાવરણ જાળવણી, નારી સન્માન, સહિત સામાજિક જાગૃતિના જયકાર સાથે કરાયું હતું. આ રેલીને પૂજ્ય હરીશરણ સ્વામી, , પુ.ગુરુપ્રસાદ સ્વામી સહિત અન્ય સંતો,ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત અન્ય મહાનુભાવો એ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું..બાઇક રેલીમાં
500 થી વધુ હરી ભક્તો બાઇક,ગાડીઓ ધર્મ ધજાઓ, સાથે જોડાયા હતા.આ હરી પ્રબોધામ યુવા જાગૃતિ રેલી હોસ્ટેલ ગ્રાઉન્ડ થી નીકળી શકિતનાથ સર્કલ, શ્રવણ ચોકડી, દહેજ બાય રોડ સહિત વિવિધ વિસ્તારો માંથી પસાર થઈ આત્મીય સંસ્કાર ધામ ખાતે પૂર્ણ થઈ હતી.