મહીસાગર જિલ્લાના થાણા સાવલી ગામના રોજમદાર કામદારોને છ મહિનાથી પગાર ન મળતા આંદોલનના માર્ગે…
મહીસાગર જિલ્લાના થાણા સાવલી ગામના રોજમદાર કામદારોને છ મહિનાથી પગાર ન મળતા આંદોલનના માર્ગે….
રિપોર્ટર…
અમીન કોઠારી:- મહીસાગર
પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના તાળા સાવલી જૂથ પાણી પુરવઠા યોજના ના કામદારોને છેલ્લા છ મહિનાથી પગાર નહીં મળતા રોસે ભરાયા છે આ કામદારોનું કહેવું છે કે છ છ મહિના થવા આવ્યા સુધી અમને પગાર ન મળતા અમારા ઘરનો ગુજરાન ચલાવવું અમારા માટે ખૂબ જ મુશ્કેલ ભરું બન્યું છે અમારા છોકરાઓની ટ્યુશન ફી ,સ્કૂલની ફી ,તેમને ભણવા માટેના ચોપડા તેમના કપડા અને તેમના સિવાયનો અમારો ખેતીનો ખર્ચો,બીજો અન્ય ઘર ખર્ચ અમારે શેમાંથી કાઢવો આ બાબતે તેમને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ગાંધીનગર ,પાણી પુરવઠા કચેરી, ગાંધીનગર, પાણી પુરવઠા સચિવ તેમજ મહીસાગર જિલ્લાના કલેક્ટર કચેરી ની સાથે સાથે લાગતા વળગતા અધિકારીઓને પત્ર દ્વારા જાણ કરેલ છે…
કામદારોનો એક મોટો સમૂહ મહીસાગર જિલ્લાના જવાબદાર અધિકારીઓને લેખિતમાં જાણ કરીને જણાવેલ છે કે પાંચ દિવસની અંદર અમારો પગાર અમને ચૂકવવામાં નહીં આવે તો થાણાસાવલી જૂથ પાણી પુરવઠા યોજના નું પાણી અમો ભેગા મળીને બંધ કરી દઈશું. અને અમારા પગારનું ચુકવણું કરવામાં આવશે તો અમે પાણી ફરીથી ચાલુ કરવા દઈશું,એવું તેમને લેખિતમાં જણાવેલ છે….