MORBIMORBI CITY / TALUKO

મોરબી જિલ્લાનું શૈક્ષણિક માળખું વધું સુદ્રઢ બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ

મોરબી જિલ્લાનું શૈક્ષણિક માળખું વધું સુદ્રઢ બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ

સ્કૂલ ઓફ એકસેલન્સ, જ્ઞાનકુંજ, ICT લેબ અને CAL લેબ થકી વિકસી રહ્યું છે મોરબીનું શિક્ષણજગત

રાજ્યમાં શિક્ષણ સુલભ બને અને તમામ શૈક્ષણિક સવલતો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ શૈક્ષણિક માળખું સુદ્રઢ બનાવવા માટે વિવિધ પ્રકારની યોજનાઓ અને અભિગમો અમલી બનાવવામાં આવ્યા છે. સ્કૂલ્સ ઓફ એકસેલન્સમાં મોરબી તાલુકામાં ૮૬, માળિયા તાલુકામાં ૨૭, ટંકારા તાલુકામાં ૨૮, વાંકાનેર તાલુકામાં ૯૫ અને હળવદ તાલુકામાં ૭૩ મળી કુલ ૩૦૯ શાળાઓ આવરી લેવામાં આવી છે. જ્યારે મોરબી તાલુકાની ૯૭, માળિયા તાલુકાની ૩૪, ટંકારા તાલુકાની ૩૨, વાંકાનેર તાલુકાની ૧૦૮ અને હળવદ તાલુકાની ૯૭ મળી કુલ ૩૬૮ શાળાઓ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવી છે. જિલ્લાની ૭૭ શાળાઓમાં ICT લેબ અને ૨૮ શાળાઓ ખાતે CAL લેબ કાર્યરત છે.
જિલ્લામાં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ વર્ષ-૨૦૨૩-૨૪ માં જિલ્લામાં ઉપલબ્ધ ૧૭૭૩ જગ્યાઓમાંથી ૨ રાઉન્ડના અંતે ૭૭૪ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે.
સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલી સુવિધાઓ અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોની મહેનત થકી મોરબી જિલ્લો શિક્ષણ જગતમાં પગથિયાં ચડીને ઉત્તરોત્તર પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. ગુણોત્સવ ૨.૦ અંતર્ગત A green3 ગ્રેડમાં જિલ્લાની ૨ શાળાઓનો સમાવેશ થયો છે. ઉપરાતં જિલ્લાની A green2 ગ્રેડમાં ૯, A graan1 ગ્રેડમાં ૩૨ તથા B yellow ગ્રેડમાં ૫૧૨ શાળાઓ પસંદગી પામી છે. જ્યારે D black ગ્રેડમાં જિલ્લાની એક પણ શાળા સમાવિષ્ટ નથી જે આપણા જિલ્લા માટે ગૌરવ ગણી શકાય. ઉપરાંત NMMS (નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ ) ની વર્ષ ૨૦૨૩ ની પરીક્ષામાં મોરબી તાલુકાના ૫૩૫, માળિયા તાલુકાના ૯૪, ટંકારા તાલુકાના ૧૫૧, વાંકાનેર તાલુકાના ૩૬૩ અને હળવદ તાલુકાના ૩૬૨ વિદ્યાર્થીઓ મળી કુલ ૧૫૦૫ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!