JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢની આસ્થા હોસ્પિટલ એન્ડ આઇ.સી.યુ.માં હવેથી અનેક પ્રકારનાં રોગોનુ નિદાન તથા સારવાર ઉપલબ્ધ

પેટને લગતા તમામ રોગ તથા મગજને લગતી તમામ તકલીફોનુ નિરાકરણ એક જ જગ્યાએ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : આસ્થા હોસ્પિટલના ડૉ. ચિંતન યાદવની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, આ હોસ્પિટલમાં અત્યાર સુધી હાર્ટ એટેક, ધબકારાની વધઘટની સારવાર, ટી.બી., દમ, શ્વાસ, ન્યુમોનિયા, ફેફસામાં પાણી ભરાવું, કેન્સર, પક્ષઘાત, તાણ આંચકી, ખેંચ, બેભાન, ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ટાઇફોડ, ઝેરી જંતુનાશક દવા, સાપ, વીંછી કરડવા સહિતની અનેક સારવાર ઉપલબ્ધ છે.
વિશેષમાં જણાવેલ કે હવેથી આ જ હોસ્પિટલમાં ડૉ. આનંદ પોપટ (એમ. એસ. જનરલ સર્જન, લેપ્રોસ્કોપિક અને એન્ડોસ્કોપી સર્જન) પણ હોસ્પિટલ સાથે જોડાઈને પેટને લગતા રોગ જેવા કે સારણગાઠ, આંતરડા રસી, કેન્સર, એપેન્ડિક્સ, સ્વાદુપિંડ, લીવર, પિતાશય, પ્રોસ્ટેટ, હરસ, મસા, ભગંદર, સુન્નત, રસોડીની ગાંઠ, ચરબીની ગાંઠ, સહિત પેટને લગતા તમામ પ્રકારનુ નિદાન તથા ઓપરેશનની સુવિધા સહિત ડૉ. હિમા આનંદ પોપટ (એમ.ડી. માનસિક રોગના નિષ્ણાંત) દ્વારા પણ ડિપ્રેશન, વિચારવાયુ, ઉદાસી, ગભરામણ, મુંજારો, વહેમ, શંકા, બીક લાગવી, ભણકારા, વધારે પડતું બોલ બોલ કરવું, ધમાલ કરવી, ઓછી ઊંઘ આવવી, એકના એક વિચાર વારંવાર આવવા, કાયમી માથાનો દુઃખાવો, ચક્કર, માથામાં બળતરા, વ્યસન મુક્તિ, સેક્સ સમસ્યા, આધાશીશી, સતત ધૂણતા રહેવા સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરેલ છે.ડૉ. સૌમ્યા ચિંતન યાદવ (એમ.ડી. પલમોનોલોજીસ્ટ) દ્વારા શિયાળો, ઉનાળો કે ચોમાસામાં વાતાવરણની તકલીફને કારણે છીંક આવવી, નાક વહેવું, શરદી, ઉધરસ, આંખમાં ખંજવાળ, લાલાસ, ચામડીની એલર્જી, શીળસ સહિતની સ્પેશિયલ એલર્જી માટેની સારવાર પણ ઉપલબ્ધ કરવામાં આવેલી છે. જેનો જાહેર જનતાએ લાભ લેવો એમ યાદીના અંતે ડૉ. ચિંતન યાદવએ જણાવેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!