GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતી દ્વારા ઈડર તિરંગા સર્કલ ખાતે ધરણા

સાબરકાંઠા…

સાબરકાંઠા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતી દ્વારા ઈડર તિરંગા સર્કલ ખાતે ધરણા પ્રદશન યોજયો હતો.. વિવિધ પડતર માંગણીઓને લઇ પ્રાથમિક તેમજ ઉરચતર માઘ્યમિક શાળા ઓનાં આચાર્ય શિક્ષકો ધરણાં પ્રદર્શન પર બેઠયા હતાં.. સરકાર સામે ભારે નારાજગી વ્યકત કરી પોતાની પડતર માંગણીઓને સ્વીકારવા ઉગ્ર રજૂઆત કરી ચૂક્યા છે જૉકે સરકારે આજદિન સુધી માગણીઓ ન સ્વીકારતાં શિક્ષકો ધરણાં પ્રદર્શન પર બેઠયા હતા…

છેલ્લા કેટલાય સમયથી વિવિધ પડતર માંગણીઓ ન સંતોષાતા આજે શિક્ષકો દ્વારા સાબરકાંઠા ના ઇડર ખાતે ધરણા પ્રદર્શન યોજાયા હતાં તેમજ આગામી સમયમાં કોઈ ચોક્કસ પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલન ની ચીમકી અપાઇ છે.. સાબરકાંઠા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતી દ્વારા આજે શિક્ષકોની વિવિધ પડતર માંગણીઓને લઈ ઈડર તિરંગા સર્કલ ખાતે ધરણા પ્રદર્શન કરી સૂત્રોચાર સાથે રાજ્ય સરકાર સાથે છેલ્લા કેટલાક સમયથી વિવિધ પડતર માગણીઓ નો ઉકેલ ના આવતા આજે ઇડર ખાતે પ્રાથમિક, ઉચ્ચતર તેમજ માધ્યમિક શાળાના આચાર્ય સહિત શિક્ષકો દ્વારા મૌન ધરણાં પ્રદર્શન કર્યા હતા જોકે આવનાર દિવસોમાં વિવિધ પડતર માગણીઓને સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે જોકે શિક્ષણનો પાઠ ભણાવતા શિક્ષકો એ મૌન ધરણા પ્રદર્શન કર્યા ત્યારે એક તરફ રાજ્ય સરકાર સહિત દિલ્હી ખાતે પણ વિરોધ તેમજ ધારણા પ્રદર્શન યોજાઈ રહે છે ત્યારે ઈડર સહિત ગાંધીનગર ની રાજ્ય સરકાર સામે શિક્ષકો ની રેગ્યુલર ભરતી કરવા સહિત ક્લાર્ક અને સેવકની ભરતી કરવા મામલે ઉગ્ર આંદોલન થઈ રહ્યું છે…

જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!