ઝઘડિયા: રતનપુરના ઈસમ વિરુધ દુષ્કર્મ ની ફરિયાદ DYSP ડૉ. કુશલ ઓઝાએ રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે આવી પત્રકાર પરિષદ યોજી.
ઝગડીયા પાસે આવેલ દરગાહ નજીક શ્રદ્ધાળું મહિલાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર ઝડપાયો
પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ વડોદરા વિભાગ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ અધીક્ષક મયુર ચાવડાની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ મહિલા થતા બાળકોને થયેલ અત્યાચારના ગુનાના સંદર્ભમા સંડોવાયેલા મનાતા આરોપીઓને તાત્કાલિક શોધી કાઢવા સૂચનાઓ મળેલ આ સૂચનાઓના આધારે ભરૂચ જિલ્લાની પોલીસની ટીમો વોચ તપાસમા હતી આ દરમિયાન ઝગડિયા તાલુકામા આવેલ દરગાહ નજીકથી શ્રદ્ધાળું ભોગ બનનારને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર શખ્સ ઝડપાયો હતો ભોગ બનનાર શ્રદ્ધાળું એ રાજપારડી પોલીસ મથકમાં 2જી સપ્ટેમ્બરના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી ભોગ બનનાર શ્રદ્ધાળું એ રાજપારડી પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતું કે એક વર્ષ પેહલા પોતાની માતાની માનસિક બીમારી સંદર્ભમા સારવાર મેળવવાં માટે ઝગડિયા તાલુકામા આવેલ રતનપુર નજીક બાવગોર દાદાની દરગાહે આવેલ તે વખતે ઇમ્તિયાઝ મહંમદ નુબી રહેવાસી રતનપુર મળેલ અને આ શખ્સે જણાવેલ કે તમારી માતાની સારવાર અર્થે અત્રે રોકાણ કરવું પડશે તેમ જણાવતા ભોગ બનનાર મહિલાને આ શખ્સે રૂમ આપેલ આ રૂમમાં
ફરિયાદી ભોગ બનનાર શ્રદ્ધાળું અને તેની માતા સાથે રોકાણ કરેલ ત્યાર બાદ આ શખ્સે ભોગ બનનારની એકલતાનો લાભ લઇ રૂમમાં જઈ વાતચીત કરતા જણાવ્યું કે મેં જે પાણી આપું છું તે પી જવું જેથી સારુ થઇ જશે તેમ કહી અઠવાડિયે અઠવાડિયે રૂમ પર આવી ફરિયાદી ભોગ બનનાર શ્રદ્ધાળુંની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરેલ અને જણાવેલ કે મેં તારી સાથે જ લગ્ન કરીશ તેવી ખોટી લાલચ આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ ઘટના સંદર્ભમાં નાયબ પોલીસ અધિક્ષક ડૉ. કુશલ ઓઝાએ રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે આવી પત્રકારોને માહિતગાર કર્યા હતા બનાવ અંગે રાજપારડી પોલીસે ગુનો દાખલ કરી ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પો.ઈ. બી.એમ. ચૌધરી,રાજપારડી પોલીસ મથકના પીએસઆઇ કે.બી.મિર તેમજ અન્ય પોલીસ જવાનોની ટીમોએ ફરિયાદી ભોગ બનનાર શ્રદ્ધાળું પર દુષ્કર્મ ગુજારનાર શખ્સને તાત્કાલિક રતનપુર ગામના બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.