BHARUCHBHARUCH CITY / TALUKONETRANG

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ અને અદાણી ફાઉન્ડેશનનાં સયુક્ત ઉપક્રમે કવચીયા ગામે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ

Mission Life Style for Environment (LiFE) પર્યાવરણ માટે જીવન શૈલી અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ અને અદાણી ફાઉન્ડેશનનાં સયુક્ત ઉપક્રમે કવચીયા ગામે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ હતી.

અદાણી ફાઉન્ડેશનમાંથી કોમ્યુનિટી મોબિલાઇઝર,સુમિતભાઈ વસાવા દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થીત ખેડૂત ભાઈ- બહેનોને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાનો ઉદ્દેશ અને મહત્વ વિષે સૌને માહિતગાર કર્યા અને વૃક્ષો વાવી અને જતન કરવા માટેની પ્રતિજ્ઞા લેવડાવી હતી. કેવીકેનાં વરીષ્ઠ વૈજ્ઞાનિક અને વડા મહેન્દ્રભાઇ પટેલ દ્વારા જળ , જમીન અને હવા પ્રદૂષિત ન થાય અને સ્વચ્છ પર્યાવરણ રહે તે માટે સંકલ્પ કરવો પડશે, વધુમાં ખેડૂત મિત્રોએ જમીન સુધારવા તેમજ ખર્ચ ઘટાડવા રસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને હલકા ધાન્ય પાકો જેવા કે નાગલી,બંટી, બાજરી, જુવાર જેવા પાકો કરી તેને ઉપયોગમાં લેવા આગ્રહ કર્યો હતો. આ કાર્યક્રમમાં કવચીયા ગામના સખી મંડળ દ્વારા પણ વૃક્ષો વાવી અને તેનું જતન કરવાનો સંકલ્પ કર્યો હતો અને મોટી સંખ્યામાં ખેડૂત-ભાઈ બહેનો અને અદાણી ફાઉન્ડેશનનાં અન્ય કોમ્યુનિટી મોબિલાઇઝર ઉપસ્થીત રહ્યા હતા અને વૃક્ષા રોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!