BHARUCHJHAGADIYAVALIA

ભરૂચ જિલ્લાના ઝઘડીયા અને વાલિયા તાલુકાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પયાત્રા-૨’નો પ્રારંભ

ભરૂચ જિલ્લામાં આજથી ૧૯મી ફેબ્રુઆરી દરમિયાન બીજા તબક્કાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા- ૨ યોજાશે*

જિલ્લાના ૨ તાલુકાઓની ૪૮ ગ્રામ પંચાયતોમાં બે રથ પરિભ્રમણ કરી સરકારની ૧૭ જેટલી યોજનાઓથી નાગરિકોને લાભાન્વિત કરશે

ભરૂચ – બુધવાર:  રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં સરકારની વિવિધ યોજનાઓના લાભ મળવાપાત્ર તમામ લાભાર્થીઓ સુધી પહોંચે, સરકારની તમામ યોજનાની જાણકારી આમ નાગરિકો સુધી પહોંચે અને જરૂરિયાતમંદ તમામ લાભાર્થીઓને તેમના ઘરઆંગણે લાભાન્વિત કરી શકાય એવા તેવા હેતુથી ભરૂચ જિલ્લામાં આજથી બીજા તબક્કાની ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાશે.

ભારત સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓ તેમજ આદિજાતિ વિસ્તારોમાં યોજનાઓની માહિતી અને લાભો લાભાર્થીઓના ઘર-ઘર સુધી પહોંચાડવા માટે જિલ્લામાં આજથી ૧૯મી ફેબ્રુઆરી-૨૦૨૪ દરમિયાન વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ પરિભ્રમણ કરશે. યાત્રાના આગમન સમયે રથનું સ્વાગત, વડાપ્રધાનશ્રીનો વિડીયો સંદેશ, વિકસિત ભારતના સંકલ્પ લેવડાવવા સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે.

જનસેવાના ઉદ્દેશ સાથે યોજાનાર આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને અપાશે. યાત્રા દરમિયાન ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાની ૪૧ જેટલી ગ્રામ પંચાયતો અને વાલીયા તાલુકામાં ૭ ગ્રામ પંચાયતમાં મહત્તમ લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ આવરી લઇ સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે અને યોજનાકીય લાભો અપાશે.

સંકલ્પ યાત્રા દરમિયાન ભારત સરકારની આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના,તથા રાજય સરકારની વિવિધ યોજનાઓના આવરી લેવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!