BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

આરોપીને સાથે રાખી ઘટનાનું રી- કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું

સમીર પટેલ, ભરૂચ

અંકલેશ્વરમાં શેરબજારમાં ખોટ જતાં પાડોશીના માસુમ દિકરાનું અપહરણ કરી હત્યા કરી નાખનારા સીઆરપીએફના કોન્સટેબલના પાંચ દિવસના રીમાન્ડ મંજૂર થયાં છે. આરોપીઓએ બાળકના પિતા પાસે ખંડણી માગવા માટે ઉપયોગમાં લીધેલું સીમકાર્ડ જીતાલીથી એક કીમી દૂરથી મળી આવ્યું છે. આરોપીને સાથે રાખી આખી ઘટનાનું રી- કન્સટ્રકશન કરાવવામાં આવ્યું હતું. હાલના તબકકે કપડાં તેમજ અન્ય સાંયોગિક પુરાવા એકત્ર કર્યા હતા. જીતાલી ગામ ખાતે આવેલ ડ્રીમ સીટી માં 8 વર્ષ ના શુભ ના અપહરણ અને હત્યા પ્રકરણમાં સીઆઈએસએફ કોન્સ્ટેબલ શૈલેન્દ્ર કુમાર રાજપૂત અંકલેશ્વર કોર્ટમાં રજુ કર્યો હતો. શેર બજારના દેવા બાબત કેટલું દેવું હતું ?અપહરણ કેવી રીતે કર્યું અને હત્યા કેવી રીતે કરી તેનો વિગતે પંચનામા સાથે સાંયોગિક પુરાવા એકત્ર કરવા માટે આરોપીના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. શુભના અપહરણ બાદ 5 લાખ રૂપિયા માટે જે સિમ કાર્ડ ઉપયોગમાં લેવાયું હતું તે કાર્ડ રિકવર કરવા માટે દલીલ કરી હતી જે દલીલ ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા આગામી 14 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ મંજુર થતા જ આખા ઘટના ક્રમ નું રિકંસ્ટ્ર્ક કર્યું હતુંઅને કેવી રીતે અપહરણ ને અંજામ આપ્યો અને કેરી રીતે શુભ ને બાંધી ને મુક્યો અને તેને પેટી માં કેવી સ્થિતિ માં મુક્યો તે અંગે વિડીયો- ફોટો રેકોડિઁગ સાથે નું પંચનામું કર્યું હતું., જે બાદ પોલીસ દ્વારા 5 લાખ ની માંગણી જે મોબાઈલ સીમકાર્ડ થી કરી હતી તે સીમકાર્ડ કોન્સ્ટેબલ શૈલેન્દ્ર કુમાર રાજપૂત ફેંકી દીધું હતું તેને સાથે રાખી તે સ્થળ પર શોધખોળ કરતા અંતે જીતાલી ગામ ઘટના સ્થળ ની એક કીમી દૂર થી મળી આવ્યું હતું. પોલીસ દ્વારા ઘટના સમયે પહેરેલા કપડાં તેમજ અન્ય સાંયોગિક પુરાવા પણ મળ્યા હતા. આરોપીએ હત્યા બાદ શુભના મૃતદેહને પેટીમાં કેવી રીતે મુકયો તેની પણ તપાસ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!