BANASKANTHAGUJARATPALANPUR

જી.ડી મોદી કૉલેજ ઑફ આર્ટ્સ, પાલનપુર CWDC દ્વારા બ્રેસ્ટ કેન્સર અવર્નેસ વ્યાખ્યાનનું આયોજન કરાયું

22 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટ્સ CWDC & આશીર્વાદ ફાઉન્ડેશન બનાસકાંઠા પાલનપુરના સંયુક્ત ઉપક્રમે તા.22/8/૨૦૨5ના રોજ સવારે ૮.૩૦ થી ૧૦.3૦ દરમિયાન થિયેટર હૉલનં-4 ખાતે CWDC (કૉલેજ વુમન ડેવલપમેન્ટ સેલ) & ના કન્વીનર ડો.સુરેખાબેન અને પ્રો. હેમલબેન દ્વારા શ્રીમતી જીગ્નેશા બેન રાજગોર (ડીસ્ટ્રીક કોઓર્ડીનેટર આશીર્વાદ ફાઉન્ડેશન, બનાસકાંઠા) નું ‘ breast cancer awareness’ વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ કોલેજની 153 વિદ્યાર્થીનીઓએ લીધો હતો. આ વ્યાખ્યાનમાં જીગ્નેશાબેન દ્વારા બેસ્ટ કેન્સર કેટલું ખતરનાક છે, બેસ્ટ કેન્સરની સામાન્ય ગાંઠ , સ્તનમાં કે બગલમાં દર્દ રહિત ગાંઠ, સ્તન કેન્સરના ચાર પ્રકારના સ્ટેજ વિશે તેમજ કીમો થેરાપી હોર્મન થેરાપી, રેડીએશન થેરાપી વિશે, સ્તનની જાત તપાસ વગેરે બ્રેસ્ટ કેન્સર સબંધી અનેક બાબતોની સમજ વિદ્યાર્થીનીઓને આપવામાં આવી હતી. આ કાર્યક્રમને શોભાવવા ઇન્ચાર્જ પ્રિ. ડૉ. રાધાબેન ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને પ્રસંગોચિત્ત ઉદબોધન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા સેવક ભાઈઓ રાજગોર ભાઈ અને રામભાઈએ રૂમમાં તમામ પ્રકારની સગવડ ઉપલબ્ધ કરાવી આપી હતી. પ્રવર્તમાન સમયમાં સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સરના વધતા જતા પ્રમાણને ધ્યાને લઈ કૉલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ બેસ્ટ કેન્સર વિશે પોતે જાગૃત બને અને પોતાના પરિવાર, ગામ કે સમાજની સ્ત્રીઓને પણ આ રોગ વિશે જાગૃત કરે તેવા શુભ આશયથી વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓની હેલ્થ બાબતે જાગૃતિ કેળવાય તે બાબતે કોલેજના CWDC (college women development cell) દ્વારા પ્રતિવર્ષ વિવિધ પ્રકારના વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!