અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – મેઘરજમાં સિમુન કેક શોપની બેદરકારી બહાર આવી : નાની મફિંગ્સમાં કેકમાં મૃત જીવાત જોવા મળી
મેઘરજ શહેરમાં આવેલ સિમુન કેક શોપ અંગે ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. સ્થાનિક એક ગ્રાહકે ત્રણ નાની મફિંગ્સ કેક ખરીદી હતી, જેમાંથી એક મફિંગ્સમાં મૃત જીવાત જોવા મળતા હાહાકાર મચી ગયો હતો.
ગ્રાહકે જણાવ્યું હતું કે, વિશ્વાસપૂર્વક દુકાનમાંથી ખરીદેલી વસ્તુમાં આટલી મોટી બેદરકારી સામે આવવી એ ચોંકાવનારી બાબત છે. આ બનાવ બાદ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. નામચીન કંપનીઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહી હોવાના આક્ષેપો પણ સાંપડ્યા છે.આ ઘટનાની જાણકારી મળતા જ લોકોએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. દુકાનમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ચેકિંગ કરવામાં આવશે કે નહીં તે મુદ્દે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે.હાલ સમગ્ર શહેરમાં આ ઘટનાની ભારે ચર્ચા ચાલી રહી છે.