GUJARATRAJKOTVINCHCHHIYA

Rajkot: વિછીયા તાલુકાના ઢેઢુકી ગામે ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ યોજાઇ

તા.૫/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના હુકમો સહિત સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો વિતરિત કરાયા

રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના ઢેઢુકી ગામે ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ યોજાઇ હતી. આ યાત્રામાં જમનાબેન સાંકળિયાને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના હુકમો સહિત સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ મહાનુભાવો- અધિકારીઓના હસ્તે કરાયુ હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકારની વિવિધ યોજનાઓના પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓને લોક કલ્યાણ લક્ષી યોજનાઓના લાભ મળી રહે તે માટે સરકાર કાર્યરત છે. ભારત સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થીઓ અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા રાજયના તમામ જિલ્લાઓમાં ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઇ રહી છે. આ યાત્રાના રથમાં સરકારશ્રીના છેલ્લા દસ વર્ષના વિકાસ કામો અંગે જાણકારી અપાઇ રહી છે.

ઢેઢુકી ગામે આ યાત્રા ગામમાં પ્રવેશતા ગામના આગેવાનો દ્વારા યાત્રાનું સ્વાગત કરાયુ હતું. આ યાત્રાના રથમાં સરકારની વિવિધ યોજનાઓનું પ્રદર્શન, પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ રજૂ કરવામાં આવ્યો હતો. આ તકે ગામના આગેવાનો, અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!