GUJARATJUNAGADHKESHOD

Keshod : કેશોદ ના આંગણવાડી વર્કર હેલ્પર બહેનો ચડત પગાર સહિત અન્ય રકમ ન ચૂકવાતાં મેદાને ઉતરી…

કેશોદ ઘટક એક અને બે હેઠળ આવેલ આંગણવાડી મા વર્કર હેલ્પર તરીકે ફરજ બજાવતી બહેનો પોતાની પડતર માંગણીઓ માટે હલ્લાબોલ બોલાવી મેદાને ઉતરી હતી. કેશોદના આંગણવાડી મા ફરજ બજાવતી બહેનો ને ઓગષ્ટ માસનો પગાર બે માસ બાદ મળ્યો છે ત્યારે ચડત પગાર ઉપરાંત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વિવિધ કાર્યક્રમો ના આયોજન પાછળ થયેલા ખર્ચની રકમ અને આંગણવાડી કેન્દ્ર ના ભાડાની રકમ, નાસ્તાના બીલની રકમ ચુકવવામાં ન આવતાં કેશોદના રાજમહેલ ખાતે આવેલ જુની આંગણવાડી ખાતે તમામ વર્કર હેલ્પર બહેનો એકઠી થઈને ચડત રકમ તાત્કાલિક ચુકવણી કરવાની માગ સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગત ધારાસભા ની સામાન્ય ચૂંટણી પહેલાં જાહેર કરવામાં આવેલ વધારાની રકમ પણ ચુકવવામાં આવતી ન હોવાથી સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવાર ની આંગણવાડી વર્કર હેલ્પર બહેનો સરકાર ની ઢીલી નીતિનો ભોગ બની આર્થિક સંકડામણ ભોગવી રહી છે. કેશોદ ઘટક એક અને બે હેઠળ આવેલ તમામ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો દ્વારા ચીમકી આપવામાં આવી છે કે આગામી તારીખ ૧૦/૧૦/૨૦૨૩ સુધીમાં માગણીઓ સ્વીકારવામાં આવશે નહિ તો તારીખ ૧૧/૧૦/૨૦૨૩ થી ગાધીચીધ્યા માર્ગે આદોલન શરૂ કરવામાં આવશે.

રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!