DANG

નવસારી: વાંસદા તાલુકાના કેળકચ્છ ગામે પ્રાકૃતિક ખેતીની જાગૃત્તા અંગે શિબિર યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી ભારત સરકાર અને ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતી અને સજીવ ખેતીને પ્રાધાન્ય આપી રહી છે. જે અન્વયે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર4 નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે જાગૃકતા શિબિર વાંસદા તાલુકાના કેળકચ્છ ગામે યોજાઇ હતી.કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો.કે.એ.શાહે ખેતીમાં ગાયનું મહત્વ તથા તેના ગોબર4 ગૈામૂત્ર4 દૂધ4 છાણ વગેરેના ઉપયોગ થકી પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન સાથે જીવામૃત4 ઘનજીવામૃત4 આચ્છાદાન અને મિશ્રપાક વગેરે આયામોની સમજણ આપી હતી.
બે દિવસીય તાલીમમાં ખેડૂત ભાઇ-બહેનોને ઘટતી જતી જમીન તથા વધતા જતાં ખેતી ખર્ચને મર્યાદિત કરવા અને કુદરતી સંશાધન જેવા કે જળ4 જમીન અને પર્યાવરણને સાચવવાના અને માનવ સમાજ માટે અત્યંત જરૂરી પોષણયુકત ગુણવત્તાસભર4 અન્ન4 શાકભાજી અને ફળફળાદિ વિશે માહિતગાર કર્યા હતાં. પાકના પોષણ માટે જરૂરી જીવામૃત તથા ખેતી પાકોમાં આવતા રોગ જીવાતને અટકાવવા માટે દર્શપર્ણી અર્ક બનાવતા શીખવવામાં આવ્યું હતું. વધુમાં ખેડૂતોને વિવિધ વનસ્પતિજન્ય દવાઓ4 બ્રહમાસ્ત્ર4 નીમાસ્ત્ર4 અગ્નિસ્ત્ર4 ગાયના પેશાબના ઉપયોગ અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
તાલીમમાં સરપંચશ્રી4 ગ્રામસેવક4 ગ્રામજનો સહિત આજુબાજુના ગામના ૭૦ થી વધુ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!