CHIKHLINAVSARI

ચીખલી વાંસદા મુખ્ય માર્ગ પર ચોમાસાની શરૂવાત થતાં જ કાદવ કિચડ નું સામ્રાજ્ય.

ચોમાસાની ઋતુની શરૂવાત થતા ની સાથે માણેકપુર થી ચીખલી કૉલેજ સર્કલ સુધી મુખ્ય માર્ગ પર કાદવ કીચડ ની રાહદારીઓને ભેટ.

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી

ચીખલી તાલુકામાં માંથી પસાર થતાં હાઇવે નંબર 48 ને જોડતો અને ચીખલી થી સાપુતારા થઈ મહારાષ્ટ્ર જતાં મુખ્ય માર્ગ પર બામણવેલ ખાતે મોટા પ્રમાણ માં કોવોરી ઉદ્યોગ વિકસ્યો છે. જેને લઈને મુખ્ય માર્ગ પર ધૂળ અને રજકણો મોટા પ્રમાણ માં ઉડતા જોવા મળે છે. જ્યારે આ માર્ગ પર ચીખલી કૉલેજ સર્કલ થી માણેકપોર સુધી ધૂળ અને માટી ના થર જામેલા જોવા મળે છે. જેને લઈને રાહદારીઓ ને વાહન ચલાવવામાં મોટી સમસ્યા સર્જાઈ છે. જ્યારે રોજિંદા આ માર્ગ નું ઉપયોગ કરતા રાહદારીઓ માટે માથાનાં દુઃખાવા સમાન આ માર્ગ બની જવા પામ્યો છે. ત્યારે વહિવટી તંત્ર આ બાબત એ મૌન ધારણ કરી ને બેઠું હોય એમ પ્રતિત થઈ રહ્યું છે? કે પછી ચીખલી વહિવટી તંત્ર ના છૂપા આશીર્વાદ થી કોઈ પગલાં નથી લેવાઇ રહ્યાં હોય એમ કેહવું ખોટું નથી? જ્યારે હાલ ચોમાસા ઋતુ નું આગમન થઈ ગયું છે. જ્યારે આ માર્ગ પર ધૂળ અને રજકણો ઉડવાની બાબત અને મુખ્ય માર્ગ પર માટી ના થર જામેલા હોવાની સમસ્યા અનેક વાર અલગ અલગ સમાચાર પત્રક માં પ્રકાશિત કર્યા બાદ પણ વહિવટી તંત્રના નફટ બની ગયેલા અધિકારીઓ નું પેટ નું પાણી હલતું નથી. જ્યારે હાલ આ માર્ગ પર કાદવ કીચડ ની ચોમાસાની ઋતુની ભેટ રાહદારીઓ ને તંત્ર ના હોદેદારો દ્વારા અર્પિત કરી હોય એમ પ્રતિત થાય છે. જ્યારે આ માર્ગ પર પેચ વર્ક કર્યું પણ માર્ગ પર ડિવાઇડર ની બાજુમાં જામેલાં માટી ના થર રોડ એન્ડ બિલ્ડિંગ ના અધિકારીઓ ને નજરે નથી પડ્યાં કે કેમ? જેને લઈને માર્ગ પર કિચડ જોવા મળે છે. જ્યારે આ કિચડ મુખ્ય માર્ગ પર જ હોય જેને લઈને કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ વહિવટી તંત્રના અધિકારીઓ કે પછી કવોરી ઉદ્યોગ ના ઉદ્યોગકારો? ત્યારે આ સમસ્યા આજ કે કાલ ની નથી તો આ બાબત નું નિરાકરણ શા માટે વહિવટી તંત્રના અધિકારીઓ કે આગેવાનો નથી કરી રહ્યાં એ એક પ્રશ્નથી સમાન છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ સમસ્યા નું કોઈ ચોક્કસ નિરાકરણ વહિવટી તંત્રના જાડી ચામડીના બની બેઠેલા અધિકારીઓ કરશે કે પછી એમ ને એમ રાહદારીઓ ને આમ જનતા મુશીબતનો સામનો કરશે એ આવનારા દિવસોમાં જોવાનું રહ્યું.

બોક્સ.૧
ચીખલી કૉલેજ સર્કલ થી માણેકપોર સુઘી મુખ્ય માર્ગ પર ધૂળ અને રજકણો ઉડવાની સમસ્યા અનેક વાર વહિવટી તંત્ર સમક્ષ રજુ કરવા બાદ પણ કોઈ પગલાં નથી લેવાઈ રહ્યા. જ્યારે આ સમસ્યાને કારણ થી માર્ગ પર માટી ના થર જામેલા જોવા મળે છે. જેને લઈને હાલ કિચડ જોવા મળે છે. ત્યારે તંત્ર કયારે આ બાબત નું નિરાકરણ કરશે એ જોવું રહ્યું?

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!