MEHSANAVIJAPUR

વિજાપુર મામલતદાર કચેરી દરવાજા નજીક લાંચ લેતા નાયબ મામલતદાર સહિત કારકુન અને પટાવાળો ઝડપાયો

વિજાપુર મામલતદાર કચેરી દરવાજા નજીક લાંચ લેતા નાયબ મામલતદાર સહિત કારકુન અને પટાવાળો ઝડપાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મામલતદાર કચેરી માં ફરજ બજાવતા નાયબ મામલતદારે સબજેલ માંથી મહેસાણા સબજેલ માં ટ્રાન્સફર નહિ કરવા ની બાબતે રૂપિયા ૧૫૦૦૦ ની લાંચ માંગવા ની બાબતે એસીબી એ કરેલી ટ્રેપ માં કારકુન પટાવાળા સાથે કુલ ત્રણ ઝડપાઇ જતા એસીબી પોલીસે ત્રણેય કર્મચારીઓ ની સામે લાંચ રૂશ્વત નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની મળતી માહિતી મુજબ મામલતદાર કચેરીમાં ફોજદારી શાખામાં કારકુન તરીકે ફરજ બજાવતા ભવિમ મનહર ભાઈ પરમાર તેમજ નાયબ મામલતદાર જૈમીન કુમાર વિનાયક ભાઈ મિસ્ત્રી તેમજ આઉટ સોર્સ પટાવાળો કલ્પેશ અમૃતભાઈ મકવાણા નો ફરિયાદી એ સંપર્ક કરી પોતાના જમાઇ તથા કૌટુંબિક ભત્રીજો સામે વિજાપુર વસાઇ પો.સ્ટે. માં દાખલ થયેલ ગુન્હાના કામે વિજાપુર સબ જેલ ખાતે રાખવામાં આવેલ. જેમાં ફરીયાદીના જમાઇ નાઓને હાર્ટની તકલીફ થતાં વડનગર સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવેલ છે. તેઓ બંનેને વિજાપુર સબ જેલ થી મહેસાણા સબ જેલ ખાતે ટ્રાન્સફર કરવાના હોય, આ કામના ફરીયાદીએ કારકુન ભાવિમ ભાઈ પરમાર તથા નાયબ મામલતદાર જૈમીન મિસ્ત્રી નો સંપકઁ કરતા, સબજેલ ટ્રાન્સફર નહી કરવા રૂ.૧૫,૦૦૦/- ની લાંચની રકમની માંગણી કરેલ. જેથી ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય, ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપેલ. જે ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા, છટકા દરમ્યાન આરોપી આઉટ સોર્સ પટાવાળા કલ્પેશ મકવાણાએ આરોપી ભાવિમ પરમાર ના કહેવાથી લાંચની રકમ સ્વિકારી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના રૂ.૧૫,૦૦૦/- સ્વિકારી ત્રણેય આરોપીઓ પકડાઇ જતા એસીબી અધિકારી ટીએમ પટેલ સુપરવિઝન અધિકારી એકે પરમારે સફળ ટ્રેપ ત્રણ કર્મચારીઓ ને ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!