GUJARAT

ધાનેરા ખાતે યુથ કોંગ્રેસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

=”ધાનેરા ખાતે યુથ કોંગ્રેસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

સરદાર પટેલ પટેલની જન્મ જ્યતિ અને પૂર્વ વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે 100 કરતા વધુ લોકોએ રકતદાન કર્યું

સરદાર પટેલની જન્મ જયંતિ અને પૂર્વ વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે બનાસકાંઠા યુવા કોંગ્રેસ અને ધાનેરા વિધાનસભા યુવા કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ બ્લડ ડોનેશન કર્યું હતું.

આ પ્રસંગે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારત દેશની આઝાદીમાં સરદાર પટેલનું અનેરું યોગદાન છે. સરદાર પટેલે બતાવેલ માર્ગ પર ચાલીને સમાજના વિકાસ ભાગીદાર થઈએ તેવું કહ્યું હતું.

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ કહ્યું હતું કે, આજે હાલ સમયમાં દેશ ખૂબ ભયાનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. સરદાર પટેલ અને પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી જેવા નેતાઓની ખૂબ જ જરૂર છે તેવું કહ્યું હતું.

બનાસકાંઠા જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ સિદ્ધરાજસિંહ ચૌહાણ કહ્યું હતું કે આજના સમયમાં રક્તદાન કરવું તે મહાદાન કે. ઘણી વખત ગરીબ પરિવાર માટે ખૂબ ઉપયોગી થાય છે. યુવા કોંગ્રેસ સતત રચનાત્મક કામ કરવા માટે કીટીબદ્ધ છે.

ધાનેરા વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ જયેશ સોલંકીએ કહ્યું હતું કે દેશમાં હાલના સમયમાં અનેક સમસ્યામાં છે પરંતુ જરૂર પડે ત્યારે યુવા કોંગ્રેસ લોકોના પડખે રહે કે. રક્તદાન શિબિરનું આયોજન કરવું તે પણ એક પ્રકારે લોકોની સેવા છે. ઘણી વખત અનેક ગરીબ લોકોને રક્તની જરૂર પડે છે . યુવા કોંગ્રેસ સરદાર પટેલે બતાવેલા માર્ગ પર ચાલીને લોકો માટે સેવા કરવાનો નિર્ધાર કરેલ છે. જયારે દેશના પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશ માટે અનેક કાર્ય કર્યા છે તેની સરાહના કરી હતી.

આ પ્રસંગે ધાનેરા શહેર કોંગ્રેસ પ્રમુખ હરિસિંહ રાજપૂ, ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ મહામંત્રી જયેશ કરમટા,નગરપાલિકા પુર્વ કોપરેટર બચુભાઈ બેલીમ,નગરપાલિકા પુર્વ કોપરેટર ઈશ્વરભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય રૂપાભાઈ પટેલ,નગરપાલિકા પૂર્વ ઉપપ્રમૂખ શંકરભાઈ પટેલ, જિલ્લા યુથ કોંગ્રેસ કોડીનેટર સાજીદ મલેક,જિલ્લા યુથ કોંગ્રેસ મંત્રી પ્રવિણસિંહ સોલંકી,નગરપાલિકા પુર્વ કોપારેટર ગોવિંદસિંહ, કાંકરેજ તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ સુનીલ ભાઈ ચૌધરી, ધાનેરા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ દેવકરણ ચૌધરી
સોશિયલ મીડિયા પ્રમૂખ દિનેશ ભાઈ સુમરા, ખેડૂત નેતા વિરમાભાઈ કાગ, કૈલાશદાન ગઢવી, ગુજરાત યુનિવર્સિટી પૂર્વ સેનેટ સભ્ય પ્રકાશ ચૌધરી સહિત મોટી સંખ્યા આગેવાનો હાજર રહ્યા હતા”

અહેવાલ માશુંગ ચોધરી

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!