GUJARATNAVSARI

નવસારી જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ૦૩ સ્ટેટ,૦૬ જિલ્લાના મુખ્યમાર્ગ અને ૧૧૦ પંચાયતના રસ્તાઓ અવરોધાયા

*ઓવરટોપીંગ થયેલા રસ્તાઓના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જિલ્લા તંત્રનો અનુરોધ*

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ -નવસારી

*ઓવરટોપીંગ થયેલા રસ્તાઓના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જિલ્લા તંત્રનો અનુરોધ*

નવસારી,તા.૨૬: સમગ્ર ગુજરાત સહિત નવસારી જિલ્લામાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લાની આજરોજ તા.૨૬-૦૮-૨૪ના રોજ સવારના સુધી અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓમાં ઘોડાપુર આવવાથી નવસારી જિલ્લાના ૦૩ સ્ટેટ, જિલ્લાના ૦૬ મુખ્યમાર્ગ અને ૧૧૦ પંચાયત હસ્તકના રસ્તાઓ ઓવરટોપીંગના કારણે અવરોધાયા છે.

વિગતવાર જોઇએ તો,ચીખલી તાલુકાના ૦૩ રસ્તા અને વાંસદા તાલુકાના ૦૨ રસ્તાઓ અને ગણદેવી તાલુકાનો એક મુખ્ય રસ્તો મળી જિલ્લાના કુલ ૦૬ મુખ્ય માર્ગો, જ્યારે ગણદેવી તાલુકાના અન્ય ત્રણ સ્ટેટ માર્ગો-હાઇવે મળી નવસારી જિલ્લાના ૦૯ રસ્તાઓ બંધ થયા છે.

જ્યારે પંચાયત હસ્તકના રસ્તાઓ જોઇએ તો, નવસારી તાલુકાના ૦૪, જલાલપોર તાલકાના ૦૨, ગણદેવી તાલુકાના ૩૪, ચીખલી તાલુકાના ૨૨,ખેરગામ તાલુકાના ૧૦ અને વાંસદા તાલુકાના ૩૮ જેટલા રસ્તાઓ મળી કુલ-૧૧૦ રસ્તાઓ ઓવરટોપીંગના કારણે અવરોધાયા છે.

આ રસ્તાઓના કારણે વાહન વ્યવહારને અસર ન પહોચે તે માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા નવસારી જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. તથા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત નાગરિકો માટે ટોલ ફ્રી નંબર ૧૦૭૭ તથા નવસારી જિલ્લાનો હેલ્પલાઇન નંબર ૦૨૬૩૭-૨૩૩૦૦૨/૨૫૯૪૦૧ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

Back to top button
error: Content is protected !!