DAHOD

દાહોદની અગ્રવાલ સોસાયટીના એક મકાનમાં છાપો મારી પોલીસે IPL ક્રિકેટ મેચનો મોબાઈલ પર જુગાર રમતા એક ઈસમને ઝડપી પાડ્યો 

તા.૨૬.૦૪.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદની અગ્રવાલ સોસાયટીના એક મકાનમાં છાપો મારી પોલીસે IPL ક્રિકેટ મેચનો મોબાઈલ પર જુગાર રમતા એક ઈસમને ઝડપી પાડ્યો

દાહોદની અગ્રવાલ સોસાયટીમાંથી આઈપીએલની સેશન રનફેર તેમજ હારજીત પર સોદાઓ પાડી જુગાર રમી રહેલા ૨૫ વર્ષીય યુવાનને મોબાઈલ તથા રોકડ મળી રૂા,. ૧૦૮૦૦નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાનું જાણવા મળ્યું છે

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદની અગ્રવાલ સોસાયટીમાં રહેતા ૨૫ વર્ષીય રોનકભાઈ દીપકભાઈ ખંડેલવાલ પોતાના મોબાઈલ ફોન પર પોતાના ઘરમાં બેઠો બેઠો પોતાના મોબાઈલમાં આવેલ ગૂગલ ક્રોમમાં ડ્રિમસબુક૩૬.કોમ નામની વેબસાઈટ પર ડ્રિમએકસચેન્જ નામની એપ્લિકેશનમાં યુઝર નેમ પાસવર્ડ નાખીને આઇપીએલ ૨૦૨૩ની રોયલ ચેલેન્જર બેંગ્લોર અને રાજસ્થાન રોયલ વચ્ચેની મેચ પર સેશન, રનફેર તેમજ હારજીત પર સોદાઓ પાડી જુગાર રમતો હોવાની દાહોદ એ ડિવીઝન પોલિસને બાતમી મળી હતી તે બાતમીને આધારે દાહોદ એ ડિવીઝન પોલિસે સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે દાહોદની અગ્રવાલ સૌસાયટીમાં રહેતા રોનકભાઈ દીપકભાઈ અગ્રવાલના ઘર પર ઓંચિતો છાપો મારી રોનકભાઈ દીપકભાઈ અગ્રવાલને આઈપીએલની મેચ પર જુગાર રમતો ઝડપી પાડયો હતો. અને આ સંબંધે દાહોદ ટાઉન એ ડિવિઝન પોલિસે જુગાર ધારાનો ગુનો નાંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!