GUJARATJETPURRAJKOT

બંદીવાન મહિલાઓને રાખડી બાંધતી રાજકોટ ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વુમનની બહેનો

તા.૨૮/૮/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

સમાજમાં બંદીવાન મહિલાઓની પુનઃસ્થાપનાના ઉદેશથી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનું ઉમદા કાર્ય

રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વુમન દ્વારા મહિલા સમાનતા દિવસ તથા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મધ્યસ્થ જેલ ખાતે બંદીવાન મહિલાઓને રાખડી બાંધવામાં આવી હતી.

જેનો ઉદેશ સમાજમાં બંદીવાન મહિલાઓની પુનઃસ્થાપના કરીને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાનો છે. આ કાર્યક્રમ માટે જેલ અધિક્ષકશ્રી શિવમભાઈ વર્મા અને નાયબ અધિક્ષકશ્રી બી.બી.પરમારએ શુભેચ્છા પાઠવી હતી, તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!