GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લાના નાઈ/વાળંદ સમાજના વ્યવસાયકારો માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન માટે તાલુકા કક્ષાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

આજરોજ ઇડર ખાતે સાબરકાંઠા જિલ્લાના નાઈ/વાળંદ સમાજના વ્યવસાયકારો માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન માટે તાલુકા કક્ષાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું….

આજરોજ ઇડરની સર પ્રતાપ હાઇસ્કૂલના સાંસ્કૃતિક હોલ ખાતે લીંબચ યુવા સંગઠન સાબરકાંઠા અને કોમન સર્વિસ સેન્ટરના સહિયોગથી પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના અંતર્ગત નાઈ/વાળંદ સમાજના ઇડર, વડાલી અને ખેડબ્રહ્મા તાલુકાના વ્યવસાયકારોની નોંધણી માટે તાલુકા કક્ષાના રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેમ્પમાં ત્રણેય તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં વ્યવસાયકારો હાજર રહ્યા હતા. એમાંથી કોમન સર્વિસ સેન્ટરના ૧૦ જેટલા વી.એલ.ઈ.ઓની ટીમ દ્વારા ૨૦૦થી વધારે વ્યવસાયકારોની નોંધણી કેમ્પ દરમ્યાન કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભાજપના એમ.એલ.એ. શ્રીરમણભાઈ વોરા, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ,ઇડર તાલુકા પ્રમુખ પ્રેમલભાઈ,શહેર પ્રમુખ કેશુભાઈ,શહેર મહામંત્રી કુલદીસિંહ જાડેજા,પ્રમુખ સાંસ્કૃતિક સેલ પ્રકાશભાઈ વૈદ્ય, વડાલી નગરપાલિકા ઉપપ્રમુખ કૈલાસબેન, આમ આદમી પાર્ટીના જિલ્લા યુવા પ્રમુખ અલ્પેશભાઈ, ભાવિકભાઈ લિંબચિયા, પ્રહલાદભાઈ નાઈ તેમજ લીંબચ યુવા સંગઠન સાબરકાંઠાના જિલ્લા સંગઠન અધ્યક્ષ જયેશભાઈ,જિલ્લા પ્રમુખ બળવંતભાઈ,જિલ્લા મહામંત્રી પ્રવિણભાઈ,ઇડર તાલુકા પ્રમુખ મહેશભાઈ (ટીનાભાઈ),વડાલી તાલુકાના પ્રમુખ જીતુભાઈ,ખેબ્રહ્મામાં તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ તથા સી.એસ.સી.ના જિલ્લા મેનેજર સાવનકુમાર નાઈ, કિરણ પરમાર, જિલ્લા કો-ઓર્ડીનેટર ઉપેન્દ્રસિંહ ડાભી સહિત મોટી સંખ્યામાં વાળંદ/નાઈ સમાજના વ્યવસાયકારો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના અંતર્ગત 18 પ્રકારના વ્યવસાયકરોની નોધણી માટે સી.એસ.સી. સાબરકાંઠા ટીમ અને યોજનામાં લાગુ પડતાં સમજના અગ્રણીઓ સાથે મળી આગામી સમયમાં દરેક તાલુકા કક્ષાએ પણ નોધણી કેમ્પોનું આયોજન કરવામાં આવનાર છે. જેથી દરેક સમાજના વ્યવસાયકારોનું મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરી યોજનાનો લાભ આપી શકાય.

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!