GUJARATSINORVADODARA

સેગવા – આનંદી મુખ્ય માર્ગ પર આવેલ શ્રીજી સોસાયટીના બે બંધ મકાનમાંથી રોકડ રકમ સહિત સોનાના ઘરેણાં મળીને રૂપિયા 2 લાખ 80 હજાર ની ચોરી થતાં ચકચાર

પ્રાપ્ત માહિતી અનુસાર શિનોર તાલુકાના આનંદી ગામે, પુનીબેન રતનભા ઇ તડવી 52 વર્ષના શ્રીજી સોસાયટીમાં મકાન નંબર 51 માં રહે છે, તેઓ મૂળ વાગડિયા તાલુકો ગરુડેશ્વર ના રહેવાસી છે, દિવાળીની રજાઓમાં તેઓ પોતાના વતનમાં ગયા હતા ,તે મોકા નો લાભ લઈને રાત્રિના નિશાચરો જેમાં આશરે ૨૫ થી ૩૫ વર્ષના ત્રણ યુવાનો હતા, તેઓએ તારીખ 22 નવેમ્બર રાત્રિના બંધ મકાનના નકુચા તોડી અંદર મુકેલ તિજોરી તોડીને તિજોરીમાંથી રૂપિયા 30,000 રોકડા ની ચોરી કરી હતી, અને આજ સોસાયટીમાં રહેતા પ્રદીપભાઈ જગદીશભાઈ શર્મા જે પોતાના વતનમાં ગયા હતા, અને મકાન બંધ હતું તેનો લાભ લઈને આ નિશાચારો દ્વારા તે મકાનના તાળા તોડી અંદર મુકેલ તિજોરીમાંથી, તિજોરીમાં મુકેલ સોનાની ચુંડી નંગ 4 ,સોનાની ચેન નંગ 4 ,સોનાની વીંટી નંગ 4, ,મંગળસૂત્ર નંગ 2 ,અંદાજે 6 તોલા જેટલું જૂનું સોનુ, જેની પોલીસ દ્વારા રૂપિયા 2 લાખ 10 હજાર કિંમત મુકાયેલ છે ,તથા રોકડા રૂપિયા ₹40,000 ની ચોરી થયેલ છે ,સોસાયટીમાં અન્ય મકાનોમાં પણ નકુચા તૂટેલા છે, પણ ચોરી થયેલ નથી ,અને રહીશો દ્વારા જણાવ્યા મુજબ, તાલુકાના મોટા કરાળા મુકામે રહેતા કુણાલ જગદીશ ભટ્ટના બંધ મકાનનો દરવાજો તોડી ચોરીનો પ્રયાસ કરેલ,પરંતુ કઈ મળેલ નથી તે હકીકત બહાર આવી હતી. શિનોર પોલીસે પુનીબેન રતનભાઇ તડવી ની ફરિયાદ નોંધીને 3 અજાણ્યા ઇસમો સામે I.P.C. 454, 457, 380 અને 114 મુજબ ગુનો નોંધેલ છે, જેની તપાસ P.S.I. અલ્પેશ આર મહિડા કરી રહ્યા છે.

ફૈઝ ખત્રી…શિનોર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!