ARAVALLIGUJARATMODASA

મોડાસા : નગરપાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ નિર્દોષ વિદ્યાર્થિની બની એક્ટિવા સાથે વિદ્યાર્થીની પાણી ભરેલ ખાડામાં ખાબકી   

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મોડાસા : નગરપાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ નિર્દોષ વિદ્યાર્થિની બની એક્ટિવા સાથે વિદ્યાર્થીની પાણી ભરેલ ખાડામાં ખાબકી

અરવલ્લી : મોડસાની રામપાર્ક સોસાયટી નજીક કોન્ટ્રાક્ટરની બેદરકારી એક્ટિવા સાથે વિદ્યાર્થીની પાણી ભરેલ ખાડામાં ખાબકી

 

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં વિકાસના નામે ઠેર ઠેર રોડ રસ્તા તોડી નાખ્યા બાદ મંથર ગતિએ વિકાસના કામો થઈ રહ્યા હોવાથી શહેરીજનો તોબા પોકારી ઉઠ્યા છે મોડાસા શહેરની રામપાર્ક સોસાયટી સર્કલ થી બસ પોર્ટ સુધી ઠેર ઠેર કમરતોડ ખાડાથી વાહન ચાલકો ત્રાહિમામ બન્યા છે ત્યારે રામપાર્ક સર્કલ નજીક ચાલતા રોડના કામકાજમાં નગરપાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ નિર્દોષ વિદ્યાર્થિની બની હતી રોડના કામકાજ અર્થે ખોદેલ ખાડાની બંને બાજુ કોઇ પણ પ્રકારનું દિશાસૂચન બોર્ડન મુકાતા પાણીથી છલોછલ ભરેલ જોખમી ખાડામાં મોપેડ લઇ પસાર થતી વિદ્યાર્થીની ખાબકતા ભારે હો…હા મચી હતી રોડ પરથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓ વિદ્યાર્થીનીની મદદે પહોચી ખાડામાંથી બહાર કાઢી શરીરે ઈજાઓ પહોચતાં સારવાર અર્થે દવાખાને ખસેડી દીધી હતી

મોડાસા શહેરના રામપાર્ક સર્કલથી આઇકોનિક બસ પોર્ટ સુધી રોડનું કામકાજ હાથધરવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટરે ઠેર ઠેર રોડ અને ખાડાઓ ખોદી કાઢતા રાહદારીઓ અને વાહનચાલકો ભારે હાલકી અનુભવી રહ્યા છે રામપાર્ક સર્કલ પર કોન્ટ્રાક્ટરે ખોદેલ ખાડાની આજુબાજુમાં દિશાસૂચન બોર્ડ મૂકવામાં ઘોર બેદરકારી દાખવતા મંગળવારે સાંજના સુમારે રોડ પરથી એક્ટિવા લઇ પસાર થતી પાણીથી ભરેલા ખાડામાં ધડકાભેર ખાબકતા બુમાબુમ કરી મૂકતા રોડ પરથી પસાર થતા લોકો મદદમાં દોડી આવ્યા હતા અને વિદ્યાર્થિનીને ખાડામાંથી બહાર કાઢી હતી જોકે વિદ્યાર્થિનીઓ સદનસીબે બચાવ થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો સર્કલ નજીક ખોદેલ ખાડાને કોન્ટ્રાક્ટરે ખુલ્લો રાખતા લોકોમાં ભારે આક્રોશ છવાયો હતો અને વિકાસના કામોમાં કોઇ નિર્દોષનો ભોગ લેવાય નહીં તેની તકેદારી રાખવામાં આવેની પ્રબળ માંગ શહેરીજનોમાં ઉઠી હતી વિકાસના કામો ગુણવત્તાયુક્ત અને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવેની માંગ નગરપાલિકા તંત્રના બહેરા કાને અથડાઇ પરત ફરતી હોવાનો અહેસાસ લોકો અનુભવી રહ્યા છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!