GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવન દ્વારા ‘આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન’ ની ઉજવણી  

માનવ અધીકારોને કારણે ભારત સહીત સમગ્ર વિશ્વમાં એક તંદુરસ્ત સમાજનું નિર્માણ થયું છે : કુલપતિ પ્રો.(ડૉ.)ચેતન ત્રિવેદી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ 
જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,  સમાજશાસ્ત્ર ભવન દ્વારા યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.(ડૉ.) ચેતનભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને ૭૫ માં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિનની ઉજવણી ૧૦ ડિસેમ્બરના રોજ ‘ફ્રીડમ, ઇક્વાલિટી એન્ડ જસ્ટીસ ફોર ઓલ’ ની થીમ સાથે કરવામાં આવી હતી, જેમાં મુખ્ય વક્તા તરીકે માનવ અધિકાર આયોગ ગુજરાતના પૂર્વ અધ્યક્ષ શ્રી રવિ ત્રિપાઠી સાહેબે માનવ અધિકારો વિષે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્વાનો, શિક્ષણવિદો, સંશોધકો અને વિદ્યાર્થીઓ આ ઓનલાઇન કાર્યક્રમમાં જોડાયા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં વેબીનારના કન્વીનર અને સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રો.(ડૉ.) જયસિંહ ઝાલાએ મહેમાનોનો પરિચય આપીને તેઓનું શબ્દોથી સ્વાગત કર્યું હતું અને માનવ અધિકારો વિષે પ્રાથમિક માહિતી આપી કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી.
અધ્યક્ષસ્થાનેથી બોલતા યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.(ડૉ.) ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વમાં લોકશાહી, સામ્યવાદ, સરમુખત્યારશાહી, કટરવાદ, આતંકવાદ વિગેરે વચ્ચે માનવ અધિકારોનું મહત્વ સતત વધી રહ્યું છે. લોકો માનવ અધિકારો પ્રત્યે સતત જાગૃત બની રહ્યા છે. માનવ અધીકારોને કારણે જ ભારત સહીત સમગ્ર વિશ્વમાં એક તંદુરસ્ત સમાજનું નિર્માણ શક્ય છે તેવું પણ કુલપતિશ્રીએ જણાવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન અને મુખ્ય વક્તા તથા ગુજરાત માનવ અધિકાર આયોગના પૂર્વ અધ્યક્ષ શ્રી રવિ ત્રિપાઠીજીએ યુનો દ્વારા ઘોષિત માનવ અધિકારો, ભારતના બંધારણમાં અપાયેલ મૂળભૂત અધિકારો, બંધારણનું આમુખ, માનવ અધિકારોનું હનન, સમાનતા, સ્વતંત્રતા, સાર્વભોંમત્વ, ન્યાય, તક અને દરજ્જાની સમાનતા, વ્યક્તિનું સન્માન, આતંકવાદના સંદર્ભમાં માનવ અધિકારોનું મહત્વ, બંધારણમાં આપેલ હેબિયસ કોર્પસ રીટની વ્યક્તિ સ્વતંત્રતા સંદર્ભે સમજણ, બંધુતા, સમાજવાદ, દ્રઢતા અને વિશ્વાસ વિગેરે વિષે વિસ્તૃત સમજણ અને માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે તેઓએ વર્ચ્યુઅલી જોડાયેલ વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો સાથે પ્રશ્નોતરી પણ કરી હતી અને મુંજવતા સવાલોના માહિતીપ્રદ – સચોટ જવાબો પણ આપ્યા હતા. ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને એક નવી ઉંચાઈ અપાવી છે, જેને કારણે ભારતને જોવાનો સમગ્ર વિશ્વનો નજરીયો બદલી ગયો હોવાનું પણ રવિ ત્રિપાઠીજીએ જણાવ્યું હતું. રવિ ત્રિપાઠીજીએ કાર્યક્રમમાં ઓનલાઈન હાજર રહેલ તમામને ભારતના બંધારણનું વફાદારી અને નિષ્ઠાપૂર્વક પાલન કરવા તથા માનવ અધિકારોનો આદર કરવા અને રક્ષણ કરવા સંદર્ભે માનવ અધિકાર અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન સમાજશાસ્ત્ર ભવનના પ્રાધ્યાપક ડૉ. પરાગ દેવાણીએ કર્યું હતું અને અંતમાં આભારવિધિ ભવનના પ્રાધ્યાપક ડૉ.ઋષિરાજ ઉપાધ્યાયે કરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!