વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા કાર્યક્રમનાં અનુસંધાને ખેરગામ તાલુકા ભાજપ સંગઠન દ્વારા “એક પેડ માં કે નામ” વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જે અંતર્ગત તોરણવેરા ક્રિકેટ ગ્રાઉન્ડ અને પીએચસી સેન્ટર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, અને સાથે સાંજે 04-30 કલાકે ખેરગામ દાદરા ફળિયા ( રોહીત વાસ સામે) ખાતે આદિમજૂથના બાળકો માટે ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં તાલુકા ભાજપ પ્રમુખ લીતેશ ગાવિત,મહામંત્રી ચેતન પટેલ,વિજય રાઠોડ,ઉપપ્રમુખ શૈલેષભાઈ ટેલર,ડેપ્યુટી સરપંચ જીગ્નેશ પટેલ,આશિષ ચૌહાણ,જીગ્નાબેન પટેલ,અંકુર શુક્લ, રિંકુ આહિર સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.