AHAVADANGGUJARAT

ડાંગ; આહવાનાં સેન્દ્રીઆંબા ગામે બળદગાડુ તૂટી જતા,લાકડા નીચે દબાઈ જવાથી યુવકનું મોત નિપજ્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં સેન્દ્રીઆંબા ગામના 42 વર્ષીય યુવાન બળદગાડામાં લાકડા ભરી જઇ રહ્યા હતા.તે દરમિયાન બળદ ગાડું તૂટી જતા યુવાન બળદગાડું તથા લાકડા નીચે દબાઈ જતા તેનુ મોત નિપજ્યુ હતુ.ડાંગ જિલ્લાના આહવા તાલુકાના સેન્દ્રીઆંબા ગામે રહેતા દિલીપભાઈ સોનીરાવભાઈ ગાંગોર્ડા સોમવારે પોતાનું બળદ ગાડું લઈ ગામમાં રહેતા માહદુભાઈના ખેતરમાં તથા કિરણભાઈ સાથે લાકડા ભરવા ગયા હતા.અને લાકડા ભરી રાત્રે નવ કલાકે ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન સિવનીની માળી નામે ઓળખાતી જગ્યાએ બળદ ગાડું લાકડાના વજનથી તૂટી જતા બળદ ગાડું તથા ગાડામાં ભરેલા લાકડા નીચે દબાઈ જવાથી દિલીપભાઈને ગંભીર ઈજા પહોંચી હતી.જેથી તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મંગળવારે મળસ્કે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.આ બનાવ અંગે આહવા પોલીસ મથકે મરનાર દિલીપભાઈ ગાંગોર્ડાના પિતા સોનીરાવભાઈ એ આકસ્મિક મોત અંગેનો ગુન્હો નોંધાવ્યો હતો.હાલમાં આહવા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!