MORBIMORBI CITY / TALUKO

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ અને શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સમલૈંગિક લગ્ન ની મંજુરી ના વિરોધ માં આવેદન પત્ર આપવામાં આવ્યું.

ગત તા.ના રોજ મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ અને શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સમલૈંગિક લગ્ન ની મંજુરી ના વિરોધ માં મોરબી કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવ્યું આ તકે મોરબી જિલ્લા બ્રહ્મસમાજ ના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ અને નિરજભાઈ ભટ્ટ, પરશુરામ યુવા ગ્રુપ ના પ્રમુખ શ્રી અતુલભાઈ જોષી સાથે મહિધરભાઈ દવે,કમલભાઈ દવે,પ્રણવભાઈ ત્રિવેદી,ધર્મભાઈ રાવલ,રોહિતભાઈ પંડ્યા, વિજયભાઈ રાવલ,સહિત ના આગેવાનો જોડાયા હતા.

જેમાં આવેદનપત્ર પાઠવી અને લગ્ન એક પ્રાચીન સંસ્થા છે તમામ ધર્મોના સમાજોએ તેની માન્યતા અને અનુભવોના આધારે લગ્ન અને કુટુંબ ની આ સ્થાપના કરી તેના નિયમો બનવી સુવ્યવસ્થિત સંસ્કારી સમાજ માટે લગ્ન અને કુટુંબ ની આ સંસ્થાનું પોષણ કર્યું જેમાં લાંબા સમયથી ચાલતી આ લગ્ન પરિવારીક સંસ્થા ની વિભાવના ફરજ કાયદો વગેરે દ્રઢપણે સ્થાપિત કરવમાં આવ્યા છે. લગ્ન સંસ્થામાં સુધારાનું કામ લોકસભા વિધાનસભાઓ પર છોડી દેવામાં આવે તો સારું રહેશે. તથા સુપ્રિમ કોર્ટે આ મુદ્દા પર વિચાર કરતી વખતે ધાર્મિક નેતાઓ, શાસ્ત્રીય વિદ્વાનો અને ભારતીય સમાજનું પ્રતિનિધિત્વ કરતા અન્ય વર્ગોને પણ સાંભળવું જોઈએ આ માટે ન્યાયિક તપાસ કરવા સીટની રચના કરવી અને દેશભરમાં જઈને આ વિષય પર દરેક સમાજનો અભિપ્રાય જાણતો અને તેનો સર્વે કરવો જરૂરી છે અને સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે, અમને આ બાબતે અમારો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવે. તેમજ અમારી સુનાવણી માટે સમય આપો પછી જ નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ તકે મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ અને પરશુરામ યુવા ગ્રુપની આગેવાનીમાં મોરબી જીલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવી યોગ્ય વિચારવા રજુઆત કરાઈ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!