INTERNATIONAL

સંસદે ઈચ્છામૃત્યુને કાયદાકીય માન્યતા આપી

યુરોપિયન દેશ પોર્ટુગલની સંસદે ઈચ્છામૃત્યુને કાયદાકીય માન્યતા આપી છે. અહીં 18 વર્ષથી વધુ ઉંમરના લોકો મૃત્યુ માટે અપીલ કરી શકે છે. પરંતુ તેમને કેટલીક શરતો પૂરી કરવી પડશે. તો આવો જોઈએ ઈચ્છામૃત્યુ એટલે શું ? કોઈ પણ વ્યક્તિ ઈચ્છામુજબ મોત  માંગી શકે છે? ભારતમાં આ અંગે શું કાયદો છે.

ઈચ્છામૃત્યુ એટલે  શું ?

કોઈ જીવલેણ રોગ અથવા અસાધ્ય રોગથી પીડિત વ્યક્તિ પોતાની ઇચ્છાથી મૃત્યુ માંગે છે તેને ઈચ્છામૃત્યુ કહેવાય છે. એટલે કે, જો કોઈ વ્યક્તિ બીમાર હોય અને તેની જે રોગ કે બીમારી હોય તેનો ઈલાજ શક્ય ના હોય અને તે વ્યક્તિ ખુબ દર્દ અને પીડા અનુભવી રહ્યો હોય તો તે સન્માન સાથે પોતાનું જીવન સમાપ્ત કરી શકે છે અને તે વ્યક્તિને સન્માન સાથે મૃત્યુ આપી શકાય છે. તેને ઈચ્છામૃત્યુ કહેવાય છે.

વિશ્વભરમાં ઈચ્છામૃત્યુ બે રીતે આપવામાં આવે છે, જેમાંથી એક પ્રકારના ઈચ્છામૃત્યુને સક્રિય ઈચ્છામૃત્યુ(active euthanasia) કહેવાય છે અને બીજા પ્રકારના ઈચ્છામૃત્યુને નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ(passive euthanasia) તરીકે ઓળખવામાં આવે છે.  આ બંને પ્રકારના ઈચ્છામૃત્યુમાં પણ તફાવત છે.

આ પ્રકારના ઈચ્છામૃત્યુ હેઠળ, પીડિતને ડૉક્ટરની મદદથી મૃત્યુ આપવામાં આવે છે. પીડિતને ડોક્ટર ઝેરી દવા અથવા ઈન્જેક્શન આપે છે. અને દર્દી મૃત્યુ પામે છે. જો કે, આ પ્રકારનું મૃત્યુ અમુક ચોક્કસ સંજોગોમાં જ આપવામાં આવે છે અને આ સંજોગો નીચે મુજબ છે – જો કોઈ વ્યક્તિને કોઈ અસાધ્ય રોગ થયો હોય અને તે તે રોગથી ઘણો પીડિત હોય અને વેન્ટિલેટરની મદદથી જીવતો હોય. આ સિવાય તે વ્યક્તિનું મગજ સંપૂર્ણપણે કામ કરવાનું બંધ કરી દે છે. આ તમામ સંજોગોમાંથી પસાર થતી વ્યક્તિને આ મૃત્યુ આપવામાં આવે છે. માત્ર થોડા જ દેશોમાં આ પ્રકારના ઈચ્છામૃત્યુને માન્યતા આપવામાં આવી છે.

આ પ્રકારના ઈચ્છામૃત્યુમાં કોઈ પણ પ્રકારની દવા કે ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવો નથી. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી વેન્ટિલેટર પર હોય અને તેને બચવાની કોઈ આશા ના હોય તો આવા વ્યક્તિ અથવા તેના પરિવારના સભ્યો ઈચ્છામૃત્યુ માટે વિનંતી કરે. જેથી તે વ્યક્તિને વેન્ટિલેટરથી દૂર કરવામાં આવે છે. એ તેને અપાતી દવાઓ બંધ કરવામાં આવે છે. અને સારવારના અભાવે વ્યક્તિ મૃત્યુ તરફ ધકેલાય છે. વધુમાં જો વ્યક્તિ લાંબા સમયથી કોમામાં હોય તો તેના પરિવારના સભ્યો પણ તે વ્યક્તિ માટે ઈચ્છામૃત્યુની વિનંતી કરી શકે છે. આ પ્રકારની ઈચ્છામૃત્યુ પદ્ધતિને વિશ્વના અનેક દેશોએ સ્વીકૃતિ આપી છે.

આ બંને પદ્ધતિઓ વ્યક્તિને મોતની નીંદરમાં ધકેલી દે છે. પરંતુ આ બે પદ્ધતિઓ વચ્ચે સૌથી મોટો તફાવત મૃત્યુ આપવાની રીતમાં છે. જ્યાં એક તરફ ઝેરી દવા આપવામાં આવે છે, તો બીજી તરફ વ્યક્તિને અપાતી  જીવન-રક્ષક સારવારથી દૂર કરવામાં આવે છે. અને તે પોતાની જાતે મોતની ગર્તામાં ધકેલાય છે.

બંને પ્રકારના ઈચ્છામૃત્યુનો ધ્યેય મોત છે અને તે એવા જ લોકોને આપવામાં આવે છે જેમનું જીવન લગભગ પૂરું થવાના આરે હોય. અને તેઓ દવાઓની મદદથી જીવતા હોય.

આ બંને પ્રકારના ઈચ્છામૃત્યુ માટે વિનંતી કરવાની પદ્ધતિ એક જ છે. એટલે કે, જો વ્યક્તિ પોતાની રીતે નિર્ણય લેવાની સ્થિતિમાં ન હોય. તેથી તેના પરિવારના સભ્યો તેને ઈચ્છામૃત્યુ આપવાનો નિર્ણય લઈ શકે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!