RAMESH SAVANI

જે બાળકો માતૃભાષા કે અંગ્રેજી વાંચી નથી શકતા તે ગરીબ સમુદાયના જ હશે ને?

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ સુધારણા માટે બે સરકારી કાર્યક્રમો તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાને શરુ કર્યા હતા. એક હતો ‘શાળા પ્રવેશોત્સવ’ અને બીજો હતો ‘ગુણોત્સવ.’ બન્ને કાર્યક્રમોમાં મુખ્યમંત્રીથી લઈ તમામ IAS/ IPS/ વર્ગ-1ના અધિકારીઓ જોડાતા હતા. જે પ્રાથમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો વધુ હોય/ શાળાઓમાં બાળકીઓનું પ્રમાણ ઓછું હોય/ શિક્ષણ નબળું હોય તેવી શાળાઓ આખા ગુજરાતમાંથી પસંદ કરવામાં આવતી. મેં અનેક વખત ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘ગુણોત્સવ’માં ભાગ લીધો હતો. મને સમજાયું હતું કે આ બન્ને કાર્યક્રમો પાછળ સરકાર પબ્લિસિટી વધુ કરતી હતી અને કામ સાવ ઓછું થતું હતું.
‘દિવ્ય ભાસ્કર’ અખબારમાં 18 જાન્યુઆરી 2024ના રોજ ચોંકાવનારો અહેવાલ પ્રસિદ્ધ થયેલ છે. ASER-Annual Status of Education Report-2023 મુજબ ગુજરાત સહિત 26 રાજ્યોના ગામડાઓની શાળાઓનું શિક્ષણ એવું છે કે 14 થી 18 વર્ષના 25% વિદ્યાર્થીઓ માતૃભાષા પણ વાંચી શકતા નથી ! 42.7% વિદ્યાર્થીઓને અંગ્રેજી વાંચતાં આવડતું નથી ! 78.9% વિદ્યાર્થીઓ સરળ લંબાઈ માપી શકતા નથી! આ સર્વે દેશના 1664 ગામડાંના 30,074 વિદ્યાર્થીઓને સામેલ કર્યા હતા. અભ્યાસ છોડવાના કારણો જોઈએ તો 24.2% વિદ્યાર્થી અને 14.3% વિદ્યાર્થીનીને અભ્યાસમાં રુચિ નથી. 16.9% વિદ્યાર્થી અને 18.2% વિદ્યાર્થીનીને આર્થિક મુશ્કેલી છે. 12.9% વિદ્યાર્થી અને 20.3% વિદ્યાર્થીનીને પારિવારિક મુશ્કેલી છે. 13.4% વિદ્યાર્થી અને 12.9% વિદ્યાર્થીની નાપાસ થવાને કારણે અભ્યાસ છોડી દે છે. આ આંકડા એ પણ દર્શાવે છે કે બાળક કરતાં બાળકીઓને અભ્યાસમાં વધુ રુચિ છે, જ્યારે આર્થિક મુશ્કેલી અને પારિવારિક મુશ્કેલી બાળકના પ્રમાણમાં બાળકીઓને વધુ નડે છે ! નાપાસ થવામાં બાળકીઓનું પ્રમાણ બાળક કરતાં ઓછું છે ! જે બાળકો માતૃભાષા કે અંગ્રેજી વાંચી નથી શકતા તે ગરીબ સમુદાયના જ હશે ને?
બાળકોને ભણાવવામાં ન આવે તો આગળ જતાં ક્રાઈમના રસ્તે પણ ચડે. જે સરકાર શાળા પ્રત્યે બેદરકાર રહે છે, તે સરકારને ભવિષ્યમાં મોટી મોટી જેલ બનાવવી પડે છે ! મોટી મોટી જેલ બનાવવી તે કરતા શાળા પ્રત્યે જ ધ્યાન આપવામાં ઓછો ખર્ચ પણ લાગે ! પરંતુ સરકારને આ કેમ સમજાતું નહીં હોય? મોટાભાગના શિક્ષકોની ફરિયાદ હોય છે કે “આમને શાળામાં રહેવા દે તો ભણાવીએ ને? સરકાર જ નથી ઈચ્છતી કે શિક્ષકો બાળકોને ભણાવે !”
સરકાર શાળાના શિક્ષકોને પોતાની ફરજ બજાવવા ન દે તે જરા પણ ઉચિત નથી; પરંતુ સરકાર પોતે શિક્ષકોને ઉચ્ચ કક્ષાનો ઢોંગ શીખવાડે, તે તો ગાંડપણની હદ કહેવાય ! આવી વાત કોઈ ન માને ! પરંતુ આ સત્ય છે ! 10થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઈ હતી; તે દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરની સરકારી અને ગ્રાન્ટેડ શાળાના 450 શિક્ષકોને, કંપનીના CEO-ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ટાઈ-સૂટ-બૂટ પહેરાવીને, વાઈબ્રન્ટ સમારોહમાં વડાપ્રધાન અને અદાણી-અંબાણી સામે બેસાડી દીધાં હતા ! શિક્ષકોમાં એટિકેટની સમજ ન હોય તેમ માની 450 શિક્ષકોને બે દિવસ રિહર્સલમાં બોલાવીને તાલીમ આપી હતી ! ગાંધીનગર જિલ્લા કલેક્ટરે આ તાલીમની વ્યવસ્થા કરી હતી ! દરેક શિક્ષકોને ‘ઓલ એક્સેસ’ના આઈડી કાર્ડ આપવામાં આવ્યા હતા ! જ્યારે જિલ્લા કલેક્ટર જ નકલી CEO ઊભા કરી વાહવાહી લૂંટે તો કોને ફરિયાદ કરવી? શું શિક્ષકોને નકલી CEOની પણ કામગીરી કરવાની? જ્યાં આવી સરકાર/ આવા IAS અધિકારીઓ/ મંચ પરના આવા મહાનુભાવો હોય ત્યાં 25% વિદ્યાર્થીઓ માતૃભાષા વાંચી ન શકે ! 42.7% વિદ્યાર્થીઓ અંગ્રેજી વાંચી ન શકે ! ઢોંગથી ‘વિકાસ’ દેખાડી શકાય અને ‘વિશ્વગુરુ’ જરુર થવાય પણ શિક્ષણનો દાટ વળી જાય !rs

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!