SINOR

મૂળનિવાસી એકતા મંચ દ્વારા બિરસા મુંડાજી ની ૧૪૮ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

ઈતિહાસ માં આજનો દિવસ..
મહાન ક્રાંતિકારી અને વંચિત, પિડીતો માટે તેમના હક, અધિકાર અને જમીન અપાવનારા બિરસા મુંડા ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી હતા.
તેમનો જન્મ નવેમ્બર ૧૫, ૧૮૭૫ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાતૂ ગામમાં સુગના મૂંડા અને કરમી હાતૂને ત્યાં થયો હતો. સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પુરું કર્યા પછી તેઓ ચાઇબાસા ઇંગ્લીશ મિડલ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા. એમનું મન હમેશાં પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલી બુરી દશા માટે વિચારતું રહેતું હતું. એમણે મુંડા લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે નેતૃત્વ પ્રદાન કર્યું. ૧૮૯૪ના વર્ષમાં નિષ્ફળ ચોમાસાના કારણે છોટાનાગપુરમાં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો. બિરસાએ મન લગાવી પોતાના સમાજના લોકોની સેવા કરી.
ઓક્ટોબર ૧, ૧૮૯૪ના દિને નવયુવાન નેતાના રુપમાં બધા મુંડાઓને એકત્ર કરી એમણે અંગ્રેજો સામે લગાન માફ કરાવવા માટે આંદોલન કર્યું બિરસાને તેમના વિસ્તારના લોકો “ધરતી બાબા” નામથી સંબોધન કરતા તેમ જ પૂજતા પણ હતા. એમના પ્રભાવની વૃધ્ધિ થતાં આખા વિસ્તારના મુંડા આદિવાસીઓમાં સંગઠિત થવાની ચેતના જાગી.
આજે પણ બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસી વિસ્તારોમાં બિરસા મુંડાને ભગવાનની જેમ જ પૂજવામાં આવે છે. આ ઉપરાંત ભારતદેશના લશ્કરની એક પાંખ ભુમિદળની એક મહત્વની રેજિમેન્ટ બિહાર રેજિમેન્ટના સૈનિકોના નારા(war cry) તરીકે પ્રથમ જય બજરંગબલી અને ત્યારપછી બિરસા મુંડા કી જય એમ નાદ કરવામાં આવે છે. બિરસા મુંડાની સ્મૃતિમાં ભારતના ટપાલ ખાતા તરફથી નવેમ્બર ૧૫, ૧૯૮૮ના દિને ૬૦ પૈસા મૂલ્ય ધરાવતી, ૩.૫૫ સે.મી. લંબાઇ તેમ જ ૨.૫ સે.મી. પહોળાઇ ધરાવતી ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી..
એવા મહાન જન નાયક બિરસા મુંડા જી ની સમગ્ર વડોદરા જિલ્લા ની પ્રથમ પ્રતિમા મોજે ગામ પુનિતપૂરા ખાતે આવેલ હોય મૂળનિવાસી એકતા મંચ દ્વારા બિરસા મુંડા ની પ્રતિમા ને પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉજવણી કરવામાં આવી હતી અને જય બિરસા જય બિરસા, ઉલ ગુલાન જારી રહેગા ઉલ ગુલાન જારી રહેગા જેવા નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મૂળનિવાસી એકતા મંચ ના અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમાર દ્વારા હાજર જનોને બિરસા મુંડા વિશે અને તેમને કરેલા કાર્યોને યાદ કર્યા હતા.. મિનેષ ભાઈ એડવોકેટ,અનિલભાઈ એડવોકેટ,ધર્મેન્દ્રભાઈ, રણછોડભાઈ,રાકેશભાઈ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

ફૈઝ ખત્રી…શિનોર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!