CHOTILASURENDRANAGAR

વિશ્વ વિખ્યાત એવા તરણેતર મેળાને લઈને તંત્ર દ્વારા સમીક્ષા બેઠક યોજાઇ

આ મેળામાં પાંચળ પંથકની ભરત ગૂંથણ સાથે આબેહૂબ છત્રીઓ આકર્ષણ બનતી હોય છે

મેળા દરમિયાન વિવિધ રસ મંડળીઓ પોતાના રાસ રજૂ કરતા હોય છે.

આ મેળા મા હુડો રાસ ખાસ કરીને આકર્ષિત જોવા મળતો હોય છે

સુરેન્દ્રનગર જીલાના થાનગઢ તાલુકાના તરણેતર મુકામે વિશ્વ વિખ્યાત તરણેતર ખાતે ભાતીગળ મેળો દર વર્ષે જિલ્લા વહીવટી વિભાગ દ્વારા ભરવામાં આવે છે ત્યારે તા.૧૮-સપ્ટેમ્બર થી ૨૧ સપ્ટેમ્બર સુધી ભરનાર છે ત્યારે પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક જિલ્લા કલેકટર કે.સી.સંપટ ના અધ્યક્ષતા તરણેતર ખાતે યોજાઈ હતી..

આગામી તા-૧૮સપ્ટેમ્બર થી ૨૧ સપ્ટેમ્બર સુધી ભરનાર મેળાને લઈને જિલ્લા કલેકટરે એક સમીક્ષા બેઠક તરણેતર ખાતે બોલાવી હતી આ બેઠકમાં પદ્મશ્રી શાહબૂદીન રાઠોડ,જીલા વિકાસ અધિકારી પી.એન.મકવાણા,પ્રોબેશનરી IAS. હિરેન બારોટ,ચોટીલા ડેપ્યુટી કલેકટર પ્રિયંકકુમાર ગળચર, જિલ્લા પોલીસ વડા ડો.ગિરીશ પંડયા,નાયબ પોલીસ અધિક્ષક ચેતન મૂંધવા,થાનગઢ મામલતદાર,તરણેતર ગામના સરપંચ સહિત વિવિધ વિભાગના અધિકારી ઓ સાથે મેળા દરમિયાન તરણેતર સુધી વિવિધ રસ્તાઓ પર સાઈન બોર્ડ,રસ્તાઓની સ્તીથી, તેમજ ટ્રાફિક વ્યવસ્થા,પાર્કિંગ,બસો રૂટો, કાયદો વ્યવસ્થાની જાળવણી,મંદિર પરિસરમાં આવેલ તળાવ તેમજ મેદાનની સફાઈ,સ્ટેજ રીનોવેશન,વિક વ્યવસ્થા,પીવા માટે પાણી,શૌચાલયની વ્યવસ્થા,મેળા માં વેંચતા પદાર્થોની ગુણવતા,ચકાસણી,મંદિર પરિસર માં આવેલ કુંડ મા મેળો માણવા આવેલ લોકો સાથે કોઈ દુર્ઘટના સર્જાઈ તો બેરોકીટિંગ અને તરવૈયા,વિવિધ રમતો ની સ્પર્ધાઓનું આયોજન,સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત ની બાબતે સબંધિત અધિકારીઓ સાથે ચર્ચાઓ કરીને મેળા દરમિયાન સી.સીમતી.વી તેમજ ડ્રોન કેમરાની, વોચ ટાવર પાર્કિંગમાં લાઈટો ની વ્યવસ્થા ગોઠવી કન્ટ્રોલરૂમ ના માધ્યમથી મેળા પર ચાંપતી નજર રાખવા સહિતના સુચારુ આયોજન સંદર્ભે જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપી હતી..
આ મેળામાં ભારત સહિત અનેક દેશોમાંથી વીદેશીઓ તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના મંત્રીઓ હોદેદારો,નામી અનામી ફિલ્મી કલાકારો અને ગાયકો પણ આ મેળો માણવા માટે આવતા હોય છે અને વિવિધ પ્રકારના સ્ટોલો,બાળકો માટે જુદા જુદા પ્રકારના ચકડોળ સહિત આ મેળામાં જોવા મળતા હોય છે..

અહેવાલ.
વિક્રમસિંહજાડેજા-ચોટીલા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!