GUJARATJETPURRAJKOT

Rajkot: સ્વચ્છતા હી સેવા : આગામી દિવસોમાં સ્વચ્છતા અભિયાન વધુ વેગવંતુ બનાવવામાં આવશે

તા.૧૨/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

શહેર, જિલ્લા અને તાલુકોમાં શાળા, કોલેજ, સરકારી ઇમારતો, સ્ટેશન, હેરિટેજ અને ધાર્મિક સ્થળોએ ચાલી રહેલું સ્વચ્છતા અભિયાન

Rajkot: ૨ જી ઓક્ટોબર, મહાત્મા ગાંધીજીને તેમની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર દેશમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ‘‘સ્વચ્છતા એ જ સેવા’’ના ભાગરૂપે શરુ કરાયેલા અભિયાનને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં આગામી બે માસ સુધી ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં ઝુંબેશના ભાગરૂપે વધુ અસરકારક બનાવવામાં આવશે.

આગામી દિવસોમાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન, મ્યુઝીયમ, હેરીટેજ બિલ્ડીંગ, પુરાતત્વીય સાઈટ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્રોતો, સમુદ્ર કિનારાની સફાઈ, ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ,યુનીવર્સીટી, બિલ્ડીંગો શાળા કોલેજો, આંગણવાડીઓની સાફ સફાઇ સમયાન્તરે કરવામાં આવશે.

આગામી પખવાડિયામાં પોલીસ સ્ટેશનો, પોલીસ લાઇન, કોર્ટ સંકુલો, સરકારી રહેણાંકની વસાહતો, હાઉસીંગ સોસાયટીઓ વગેરેની સાફ સફાઈ અભિયાન હાથ ધરાશે. આ સાથે સિંગલ યુઝ પ્લાસ્ટીક અંગેની જાગૃતિ અને કલેક્શન ડ્રાઈવ પણ હાથ ધરવામાં આવશે.

ગ્રામ્ય તથા શહેરી શાકભાજી માર્કેટ, APMC, બાગ બગીચાઓની સફાઈ તેમજ ભીના કચરામાંથી ખાતર બનાવા કમ્પોસ્ટ મશીનો,અન્ય સુવિધાઓ ઉભી કરવી, શૌચાલયોની સઘન સાફ સફાઈ હાથ ધરવી, શહેર તથા ગ્રામ્ય વિસ્તામાં આવેલ રાજયના ધોરી માર્ગો, રાષ્ટ્રીય ધોરી માર્ગો, રીંગ રોડ, ટ્રાફીક સાઇનેજ અઘતન કરવા, ફુટપાથ રીપેરીંગ, ડીવાઇડર રંગ રોગાન કરવા ગાંડા બાવળ દૂર કરવા સહિતની કામગીરી વિવિધ વિભગના સંકલનમાં રહી હાથ ધરવામાં આવશે.

મહાનગરપાલિકા તેમજ પાલિકા દ્વારા તમામ શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશ માર્ગો પર સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે. ડોર ટુ ડોર વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવામાં આવશે. કચરા એકત્રીકરણની પ્રવૃત્તિ વધુ સઘન બનાવવામાં આવશે. આ ઉપરાંત કચરાના વર્ગીકરણ અને આખરી નિકાલની વ્યવસ્થા સુચારૂ બનાવવામાં આવશે.

આ માટે વિવિધ વિભાગના સંકલન દ્વારા અધિકારીઓની રાહબરી હેઠળ સ્વચ્છતા અભિયાન સમગ્ર જિલ્લામાં વેગવંતુ બનાવવામાં આવશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!