BANASKANTHAGUJARATPALANPUR

શ્રી વી. જે પટેલ હાઈસ્કૂલ વડગામ ખાતે શ્રી ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવેલ 

13 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી વી. જે પટેલ હાઈસ્કૂલ વડગામ શાળામાં તમામ  વિભાગ માં શિક્ષદિનની ઊજવણી કરવામાં આવી. શાળાના જુદા જુદા ધોરણના વિદ્યાર્થીઓ શિક્ષક દિન નિમિત્તે શિક્ષક બન્યા હતા.તેમાંથી આચાર્ય, સુપરવાઈઝર અને કલાર્ક વગેરે ના સાથ સહકારથી સમગ્ર દિવસ દરમિયાન સુંદર રીતે વર્ગખંડ મા શિક્ષણકાર્ય કરી ને પોતાના અનુભવો ને સમાપન સમારોહ માં સુદર રીતે રજૂ કર્યા. શાળાના આચાર્યશ્રી રાકેશભાઈ પ્રજાપતિ એ આજના પ્રસંગે પ્રાસંગિક પ્રવચન આપ્યું અને વિધાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી ગીરીશભાઈ એ શિક્ષક દિન નુ મહત્વ વિશે પ્રવચન કરી માહિતી આપી હતી. શાળા ના સર્વે ગુરુજનો ના સહિયારા પ્રયાસથી સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!