Rajkot: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા રાજકોટ જિલ્લાના પ્રવાસે: અંદાજિત રૂ. ૭૮૯ લાખથી વધુના વિકાસ પ્રકલ્પોનું કરશે ખાતમુહૂર્ત
તા.૩૧/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાતના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા રાજકોટ જિલ્લાના પ્રવાસે આવનારા છે, જ્યાં મંત્રીશ્રી તા.૧ ઓગસ્ટના રોજ સવારે ૯:૦૦ કલાકે વિંછીયા તાલુકાના અમરાપુર ગામે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપવા કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ૧૦:૦૦ કલાકે જસદણના જુના બસ સ્ટેન્ડ પાસે રૂ.૫૦૯ લાખના ખર્ચે નિર્માણ થનારા રિવરફ્રન્ટ તથા રૂ.૨૮૮ લાખના ખર્ચે ભાદર નદી પરના પૂલનું ખાતમુહૂર્ત કરશે.
મંત્રી શ્રી બાવળીયા ૧૪:૩૦ કલાકે વિંછીયા તાલુકાના રેવાણીયા રોડ પર તાલુકા પંચાયત કચેરીએ તથા ૧૬:૦૦ કલાકે જસદણ તાલુકા પંચાયત ખાતે વિંછીયા અને જસદણ તાલુકાના વિકાસ કામો અંગે અધિકારીઓ અને સરપંચશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે. ૧૭:૦૦ કલાકે મંત્રી શ્રી જસદણ તાલુકાના ભાડલા ગામની રામેશ્વર વાડીમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.