GUJARATMEHSANAVIJAPUR

વડનગર નાં પીઠોરી દરવાજા ખાતે નવીન પીક અપ સ્ટેન્ડ નું લોકાર્પણ

વડનગર નાં પીઠોરી દરવાજા ખાતે નવીન પીક અપ સ્ટેન્ડ નું લોકાર્પણસાંસદ શારદા બેન પટેલ ની ગ્રાન્ટ માંથી બનેલા વડનગરના પીઠોરી દરવાજા ખાતે નવા પીક અપ સ્ટેન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું જેનો લાભ વિજાપુર મહુડી ઇડર હિંમતનગર ના મુસાફરો ને મળશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી
વડનગર પીઠોરી દરવાજા પાસે જીલ્લા સાંસદ શારદા બેન પટેલે ફાળવેલ ગ્રાન્ટ માંથી બનાવેલ નવીન એસ.ટી. પીકઅપ સ્ટેન્ડ નું લોકાર્પણ શાસ્ત્રોક્ત વિધિ થી પૂજા અર્ચના કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પીક અપ સ્ટેન્ડ નગરપાલિકા હદ વિસ્તારના વોર્ડ નંબર-૭ બનાવવા માં આવતા આ વિસ્તાર માંથી અવર જવર કરતા મુસાફરો માટે રાહત ઉભી થવા પામી છે વડનગર થી વિજાપુર, મહુડી, ઇડર, હિંમતનગર તરફ જતા મુસાફરો ને ભરપૂર લાભ મળશે.સદર પીક અપ સ્ટેન્ડ રૂપિયા ૩.૭૫ લાખ રૂપિયા ના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ પહેલા વડનગર સિવિલ હોસ્પિટલ આગળ પણ સાંસદ ની ગ્રાન્ટ માંથી પીક અપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતુ. જેનો આજુ બાજુ થી આવતા અનેક દર્દીઓ અને મુસાફરો લાભ મેળવી રહ્યા છે આ પ્રસંગે વડનગર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદી, જીલ્લા કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ, મંત્રી જીગરભાઈ પટેલ, ઉપ પ્રમુખ ઉદાજી ઠાકોર, સંદીપભાઈ પટેલ, જીલ્લા મહિલા મોરચાના મંત્રી શ્રીમતિ શીતલબેન મોદી તથા વડનગર એસ.ટી. ડેપો મેનેજર અંકિતભાઈ મોદી તેમજ આ વિસ્તારના સદસ્યો રાજુભાઈ પટેલ, અંકીતાબેન દરજી, કનુભાઈ પટેલ તથા પૂર્વ ઉપપ્રમુખ નગરપાલિકા કાનજીભાઈ ઠાકોર, પૂર્વ સદસ્યો ગીરીશભાઈ પટેલ, ઉદાજી ઠાકોર, મુળજીભાઈ પરમાર, યુવા મોરચા પ્રમુખ વિરલભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, અને સૌ કાર્યકર્તાઓ અને વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!