INTERNATIONAL

H9N2 : ચીનમાં ફરી એકવાર નવી મહામારીનો ખતરો

ચીનના ઘણા વિસ્તારોમાં ન્યુમોનિયાના કેસ વધી રહ્યા છે. ન્યુમોનિયાના કારણે બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ચીનના આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે ફ્લૂ અને ઈન્ફલ્યુએન્ઝા H9N2ને કારણે ન્યુમોનિયાના કેસ ફેલાઈ રહ્યા છે. H9N2 વાયરસનો એક પ્રકાર છે. જે પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાય છે. પછી તેનું પ્રસારણ મનુષ્યોમાં થાય છે. ડોકટરો કહે છે કે H9N2 ઈન્ફલ્યુએન્ઝાના પેટા પ્રકાર છે. જે મનુષ્યોમાં પણ ફેલાય છે.

H9N2 વાયરસ જંગલી પક્ષીઓમાં જોવા મળે છે. પક્ષીઓમાંથી મનુષ્યમાં પણ તેનું પ્રસારણ થાય છે. માનવીઓમાં તેના પ્રસારણનો દર ઓછો હોવા છતાં, તે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને સરળતાથી શિકાર બનાવે છે. તેના લક્ષણો ફ્લૂ જેવા છે. કેટલાક કિસ્સાઓમાં, શ્વસન રોગ પણ થઈ શકે છે.
સફદરજંગ હોસ્પિટલના કોમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રોફેસર ડૉ. જુગલ કિશોર કહે છે કે H9N2 વાયરસથી ઉધરસ, શરદી અને હળવો તાવ આવે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે ફેફસાને પણ નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, શક્ય છે કે ચીનમાં ન્યુમોનિયાના કેસોમાં વધારો થવાનું કારણ H9N2 વાયરસ હોઈ શકે, જો કે આ વિશે અત્યારે સ્પષ્ટ રીતે કંઈ કહી શકાય નહીં. પરંતુ એ વાત ચોક્કસ છે કે ચીનમાં આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

Back to top button
error: Content is protected !!