GUJARAT

કર્મચારીઓ દ્વારા બંધારણના આમુખનું વાંચન કરી બંધારણ દિવસની શપથ લઈ ઉજવણી કરાઈ*

જનસંપર્ક એકમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ,એકતાનગર

*સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ,એકતાનગર ખાતે અધિકારી-કર્મચારીઓ દ્વારા બંધારણના આમુખનું વાંચન કરી બંધારણ દિવસની શપથ લઈ ઉજવણી કરાઈ*
……….

બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબની ૧૨૫મી જન્મ જયંતિ વર્ષથી દર વર્ષે તા.૨૬મી નવેમ્બરના રોજ ‘બંધારણ દિવસ’ ઉજવવામાં આવે છે.

SoUADTGAના વહીવટી કાર્યાલય ખાતે ચેરમેનશ્રી મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારીશ્રી ઉદિત અગ્રવાલના માર્ગદર્શનમાં અધિક કલેકટર શ્રી ગોપાલ બામણીયાની અધ્યક્ષતામા વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓ દ્વારા બંધારણના આમુખનું વાંચન કરી શપથ લઈ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં નાયબ કલેકટર શ્રી શિવમ બારીયા, ઇ.ચા. અધિક્ષક ઈજનેર શ્રી સી.એન.રાઠવા, નાયબ જનરલ મેનેજર શ્રી વ્રજ પંડ્યા, કાર્યપાલક ઈજનેર શ્રી બી.એન.પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત કરતા શ્રી ગોપાલ બામણીયાએ તમામ કર્મચારીઓને બંધારણના શપથ લેવડાવ્યા હતા. જેમાં તમામ કર્મચારીઓ દ્વારા ભારતના બંધારણની પ્રસ્તાવનાનું વાંચન કરવામાં આવ્યું હતું.

આ પછી અધિક કલેકટરે તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને બંધારણના મહત્વ વિશે માહિતગાર કર્યા હતા અને ભારતના સર્વાંગી વિકાસમાં બંધારણીય મૂલ્યો પર પણ પ્રકાશ પાડ્યો હતો, સાથે સાથે બંધારણે આપેલ હક્કની સાથે જવાબદારીઓનું પણ સુપેરે વહન કરવા આહવાન કર્યુ હતુ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!