તા.૨૬.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના છાપરી ખાતે સ્ટેટે બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
ઇન્ડિયન સોસાયટી દાહોદ જિલ્લા શાખા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સેમી બ્રાન્ચ છાપરી ખાતે 7 દશક દેશ કે સાથના સ્લોગન સાથેના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન ગોપાલભાઈ ધાનકા, વાઇસ ચેરમેન દિનેશભાઈ શાહ ખજાનચી કમલેશભાઈ લીમ્બાચીયા મંત્રી જવાહરભાઈ શાહ સહમંત્રી સાબિર શેખ બ્લડ બેન્ક કેમ્પ ઓર્ગેનાઈઝર એન કે પરમાર , મુકુંદભાઈ કાબરાવાલા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેન્ક નો સ્ટાફ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ના ચીફ મેનેજર બજેન્દ્રકુમાર, રાજીવ શર્મા, મધુકર બોકડે ની ભારે જહમત બાદ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરી રક્તદાન મહાદાન ઉક્તિને સાર્થક કરી છે તમામ રક્તદાતાઓને સર્ટીફીકેટ અને ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા ડોનેશન કેમ્પ ગોઠવવા આવા ઉમદા સમાજ ઉપયોગી કાર્ય કરવા બદલ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા આભાર પણ વ્યક્ત વ્યક્ત કર્યો હતો