વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા ખાતે પીઆઈ એન.એમ આહીર સાયબર ક્રાઇમ એક્સપર્ટ સ્મિત પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક એવરનેશ અને સાયબર ક્રાઈમ અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વાંસદા કેળવણી મંડળના મંત્રી ધર્મેશભાઈ પુરોહિત પદુમનસિંહ સોલંકી અને પ્રિન્સિપાલ જયદીપસિંહ પરમાર કેમ્પસ ડાયરેક્ટર મહેન્દ્રસિંહ પરમાર તેમજ પ્રાથમિક વિભાગના આચાર્ય સંદીપસિંહ પરમાર તથા સેવા પખવાડિયાના તાલુકાના સહસંયોજક ભુપેન્દ્રભાઈ પટેલ લીરિલ પટેલ સહિત શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. પી.આઇ.આહીર એ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ટ્રાફિકના નિયમો અંગેની વિસ્તૃત માહિતી આપી હતી તેમજ નાની ઉમરના બાળક બાઇક કે ફોરવીલ લાયસન્સ વગર ચલાવે એ ગુનો છે. તે અંગે સજાગ કર્યા હતા.તેમજ સાઇબર ફોર્ડ થી બચવા માટેના વિવિધ ઉપાયો બતાવ્યા હતા તેમજ સાયબર ક્રાઇમમાં અજુગતું લાગે તો 1930 નંબર ઉપર ટોલ ફ્રી હોય તુરંત ફરિયાદ કરી શકો છો સોશિયલ મીડિયા થી વિદ્યાર્થીઓને દૂર રહેવા અગમચેતી રૂપે જણાવવામાં આવેલ સાયબર ક્રાઇમ થી આર્થિક રીતે પાયમલ તેમજ ઈજ્જત પણ દાવ પર લાગી જતી હોય છે. સાથે સાઇબર ક્રાઇમ ના એક્સપર્ટ સ્મિત પટેલ દ્વારા વિધાર્થીઓ.વાલીઓ અને શિક્ષકોને કયા કયા થી છેતરપિંડી થાય છે અને ડિજિટલ એરેસ્ટથી બચવા ના ઉપાયો જણાવ્યા હતા.તેમજ સાઇબર ક્રાઇમ એવરનેશ કાર્યક્રમમાં બાળકો ને મોબાઈલથી થતાં નુકસાન અને સાયબર ક્રાઈમ થી બચવા અંગે સમજણ આપી હતી…