DAHODGUJARAT

દાહોદ જિલ્લાના કલેક્ટર યોગેશ નિરગુડે સંસ્કાર એડવેન્ચરના ટ્રેકિંગ કેમ્પમાં સાહસિક પ્રવૃત્તિમાં સહભાગી બની યુવાનો માટે બન્યા પ્રેરણા સ્ત્રોત

તા.૨૧.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લાના કલેક્ટર યોગેશ નિરગુડે સંસ્કાર એડવેન્ચરના ટ્રેકિંગ કેમ્પમાં સાહસિક પ્રવૃત્તિમાં સહભાગી બની યુવાનો માટે બન્યા પ્રેરણા સ્ત્રોત

સંસ્કાર એડવેન્ચર ટીમ છેલ્લા ૨૫ વર્ષથી સાહસિક પ્રવૃત્તિઓ તેમજ પર્યાવરણ જાગૃતિ માટે સતત કાર્યરત દેવગઢ બારીયા તાલુકાના વહેવારીયા ડુંગર ખાતે યોજાયેલ ટ્રેકિંગ કેમ્પમાં દાહોદ કલેક્ટરશ્રી જોડાયા દાહોદ કલેક્ટરએ જિલ્લામાં આવેલા વિવિધ સાહસિક સ્થળોને વિકસાવવા અને તેના વિકાસની શક્યતાઓ પર ભાર મૂક્યો છે. કલેક્ટરશ્રીએ સંસ્કાર એડવેન્ચર દાહોદ દ્વારા આયોજિત ટ્રેકિંગ તથા પર્યાવરણ જાગૃતિ શિબિરમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેઓની માઉન્ટેન ક્લાઈમ્બિંગ માટે આત્મશક્તિ અને ક્લાઈમ્બિંગની સ્પીડ જોઈને યુવાનો ખૂબ જ પ્રભાવિત ,ઉત્સાહિત થયા હતા. શિબિર દરમિયાન તેમણે રેપ્લિંગ જેવી રસપ્રદ સાહસિક પ્રવૃત્તિનો પોતે સફળતાપૂર્વક પૂર્ણ કરી રોમાંચનું અનુભવ કર્યો હતો, સાથે ઓવરહેંગ ફોર્મેશન જેવી પડકારજનક ખડકની રચના પર રેપ્લિંગ કરી ને તેઓએ પોતાની સાહસિકતા દર્શાવી હતી. કલેક્ટરએ કહ્યું હતું કે, આવા કાર્યક્રમો માત્ર શારીરિક કસોટી માટે જ નહીં, પણ યુવાનોમાં આત્મવિશ્વાસ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી વિકસાવવા પણ ખૂબ ઉપયોગી છે. સંસ્કાર એડવેન્ચરના સંસ્થાના સંચાલક સોલંકી ઘનશ્યામસિંહ અને ટીમે કહ્યું કે આવા પ્રતિષ્ઠિત અધિકારીની હાજરી અને સહભાગિતાથી નક્કી જ છે કે ભવિષ્યમાં દાહોદ જિલ્લો પણ સાહસિક પ્રવૃત્તિઓના નકશા પર વિશિષ્ટ સ્થાન ચોક્કસ મેળવી શકશે સંસ્કાર એડવેન્ચર ટીમ છેલ્લા ૨૫ વર્ષથી સાહસિક પ્રવૃત્તિઓ તેમજ પર્યાવરણ જાગૃતિ માટે સતત કાર્યરત છે

Back to top button
error: Content is protected !!