DAHOD

ગરબાડા તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી;ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા ધરતી પુત્રોમાં ખુશીની લહેર

તા.૨૪.૦૬.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ગરબાડા તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી;ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા ધરતી પુત્રોમાં ખુશીની લહેર.

વરસાદમાં જાંબુઆ ગામે બે એસટી બસો ફસાઈ જતાં મુસાફરોને હાલાકી.

ગરબાડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. આજરોજ સવારી ચાર વાગ્યે ભારે ગાજવીજ સાથે વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. પંથકમાં ખેતીલાયક વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ભારે ખુશી જોવા મળી હતી.વરસાદ ના કારણે ગરબાડા જાંબુઆ ગામે ગૂલબાર ગામને જોડતા રોડ પર નલ સે જલ યોજના અંતર્ગત ખોદકામ કરી યોગ્ય રીતે માટી પુરાણ ન કરાતા જાંબુંઆ કાળીતળાઈ પાસે સવારમાં બે એસટી બસો ફસાઈ હતી બસો ફસાઈ જતાં જાંબુઆ ગામના સરપંચ, તાલુકા સભ્ય ગંગાબેન મનુભાઈ મંડોડ તેમજ ગુલબાર સરપંચ છત્રસિંહ મંડોડ સ્થળે પહોંચી ગયા હતા અને જેસીબી ની મદદથી બસો ને બહાર કાઢી હતી. એસટી બસો ફસાઈ જતાં મુસાફરોને વરસાદમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ગરબાડા નગરમાં ભારે વરસાદના કારણે ગરબાડા અલીરાજપુર રોડ પર પુલ નું કામ ચાલી રહ્યું હોવાથી પાણી નો નિકાલ તળાવમાં ન થતાં પાણી નો ભરાવો થતાં મજૂરો ના રહેઠાણ માં પાણી ભરાઈ જતાં મોટર સાયકલ તેમજ માલસામાન પાણી માં પાણીમાં ફસાઈ જતા લોકો એ બહાર કાઢ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!