DAHOD

દાહોદ શહેર સિટી ગ્રાઉન્ડ ઉપર એક ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું

તા.૦૩.૦૫.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ શહેર સિટી ગ્રાઉન્ડ ઉપર એક ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન દાહોદ નગર પાલિકા રમગમત વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં 8 શાળાની ટીમો ભાગ લીધો હતો.

ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૩નું સોજન્ય નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં Newstok24 , સિંધુ ઉદય વાત્સલ્યમ ને વંદેમાતરમ્ ન્યૂઝ મીડિયા પાર્ટનર તરીકે જોડાયા હતા કાર્યક્રમ પ્રસંગે દાહોદ નગર પાલિકા રમત ગમત ના ચેરમેન ફાતેમાબેન કપૂર એ જણાવ્યું હતું કે પ્રત્યેક રાષ્ટ્ર અને વ્યક્તિના જીવનમાં ઘડતર તથા કેળવણી માં રમત-ગમત્ નું અનેરું મહત્વ રહેલું છે શાળા ના બાળકોને પ્રેરણા થકી અને તેમની આંતર શક્તિ બહાર આવે એના માટે આ ક્રિકેટ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે તેમજ તેમને જણાવ્યું હતું કે દાહોદ નગર પાલિકાના ઉત્સાહી પ્રમુખ રીનાબેન પંચાલ આ ટુર્નામેન્ટ માટે ખૂબ સહકાર આપી આયોજન ને સફળ બનાવી છે. આ ક્રિકેટ સ્પર્ધામાં ખિલાડીઓ ને પ્રોત્સાહિત કરવા સ્પર્ધા ના ઉદદ્ઘાટક તરીકે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, પક્ષના નેતા રાજેશ શેતાઈ, સુધીર લાલપુરવાળા ઉપસ્થિત રહ્યા હતા અને ઉદઘાટન કરી દીપ પ્રાગટ્ય પછી ટોશ ઉછાળી મેચની શરૂઆત કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટ બે દિવસ ચાલશે જેમાં 8 શાળાના વિદ્યાર્થિની ટીમો એ ભાગ લીધો છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!