AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

Ahmedabad : પાથરણા બજારના શ્રમિકોએ સામુહિક ઈચ્છા મૃત્યુની કરી માંગ

Ahmedabad : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં CTM અને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પાસે આવેલા સરદાર પટેલ પાથરણા બજારના શ્રમિકોએ અમદાવાદ મહાનગરપાલિકાએ એકઠા થઈને સત્તાધીશો પાસે સામુહિક ઈચ્છામૃત્યુની માંગ કરતા ખળભળાટ મચી ગયો છે.

CTM અને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પાસે આવેલા સરદાર પટેલ પાથરણા બજાર દરરોજ સવારે 5 વાગ્યાથી 9 સુધી ચાલે છે અને અનેક શ્રમિકોની રોજીરોટી તેના પર ચાલતી હતી, જો કે એક અઠવાડિયાથી આ પાથરણા બજાર બંધ કરવામાં આવતા આ શ્રમિકોની આવક બંધ થઇ ગઈ છે.

આજે શ્રમિકોએ અમદાવાદ મહાનગરપાલિકા કચેરીએ ભેગા થઈને હાથમાં બેનરો સાથે વિરોધ કર્યો હતો અને સામુહિક ઈચ્છામૃત્યુની માંગ કરી હતી. આ શ્રમિકોનો આક્ષેપ છે કે સીટીએમ એક્સપ્રેસ સામે ગ્રીન માર્કેટના માલેતુજાર અને ધનિક વ્યાપારીઓના ઈશારે પાથરણા બજારના ગરીબ અને પછાતવર્ગના શ્રમિકોનું પાથરણા બજાર એક અઠવાડિયાથી બંધ છે, જેથી આ શ્રમિકો ભૂખે મરી રહ્યાં છે.

સરદાર પટેલ પાથરણા બજારના આ શ્રમિકોએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીને આવેદનપત્ર આપી પાથરણા બજાર શરૂ કરવા માંગ કરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!